Site icon Revoi.in

કેન્દ્ર સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. હવે વિન્ડફોલ ટેક્સ 8,400 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને 5,700 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો છે. ડીઝલ, પેટ્રોલ અને ઉડ્ડયન બળતણ એટીએફ ની નિકાસ પર વિશેષ વધારાની આબકારી જકાત (એસએઈડી) ‘શૂન્ય’ પર જાળવી રાખવામાં આવી છે. નવા દરો ગુરુવારથી લાગુ થઈ ગયા છે.

પહેલા, સરકારે 1 મે 2024ના રોજ, સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ 9,600 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને 8,400 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કર્યો હતો. આ ટેક્સ, સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (એસએઈડી)ના રૂપમાં વસૂલવામાં આવે છે. ભારતે પહેલીવાર 1 જુલાઈ, 2022ના રોજ વિન્ડફોલ પ્રોફિટ પર ટેક્સ લાદ્યો હતો. સામાન્ય રીતે, સરકાર છેલ્લા બે અઠવાડિયાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે દર પખવાડિયે વિન્ડફોલ ટેક્સના દરોની સમીક્ષા કરે છે.