- દેશમાં બનશે ટાઈગર કોરિડોર
- વાધની વધતી વસ્તીને જોતા કેન્દ્રનો નિર્ણય
દિલ્હીઃ- દેશભરમાં વાધની સંખ્યાને વધારવા અને તેની જાળવી રાખવા કેન્દ્રના અથાગ પ્રયત્નો હવે સફળ થતા દેખાઈ રહ્યા છે કારણ કે વાધની વસ્તી વધતા હવે કેન્જ્રએ ખાસ નિર્ણય લીધો છે.દેશમાં વાઘની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તેમના સંરક્ષણ માટે રાજ્યો સાથે મળીને વધુ વાઘ કોરિડોર બનાવશે.
જાણકારી મુજબ દેશમાં છેલ્લા એક વર્ષમાં માર્યા ગયેલા 116 વાઘમાંથી મોટા ભાગના અકસ્માતો અને હિલચાલ દરમિયાન થયેલી ઘટનાઓને કારણે થયા છે. આવી સ્થિતિમાં, કોરિડોરના વિસ્તરણ સાથે, વાઘ મુક્તપણે વિહાર કરી શકશે અને તેમનું સંરક્ષણ પણ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં 32 કોરિડોર છે.વન્યપ્રાણી મંત્રાલય રાજ્યોની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકના અભયારણ્યોમાંથી વાઘની વધુ વસ્તી ધરાવતા વાઘને ઓછી વસ્તીવાળા વાઘ અનામતમાં સ્થાનાંતરિત કરી રહ્યું છે. આ તાજેતરમાં વાઘને સાતપુરા, મુકુન્દ્રા હિલ્સ, સરિસ્કા અને વિશધારી ટાઈગર રિઝર્વમાં મોકલવામાં આવ્યા છે. આમાં પણ નર વાઘના ટ્રાન્સફર પર ફોકસ કરવામાં આવ્યું છે. 2018ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 2,967 વાઘ છે. તેઓ 54 વાઘ અનામત અને 32 કોરિડોરમાં મુક્તપણે ફરે છે.