Site icon Revoi.in

કેન્દ્ર સરકાર આજથી દેશભરમાં ‘ગુડ ગવર્નેસ વીક’ની શરૂઆત કરશે,લાખો ફરિયાદોનું થશે નિરાકરણ

Social Share

દિલ્હી:કેન્દ્ર સરકાર ‘ગુડ ગવર્નેસ વીક’ના ભાગ રૂપે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જાહેર ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા માટે સોમવારે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરશે. 20-25 ડિસેમ્બર સુધી મનાવવામાં આવતા ‘ગુડ ગવર્નેસ વીક’ દરમિયાન કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ (DARPG) એ જણાવ્યું હતું કે, ગુડ ગવર્નેસ સિસ્ટમ્સ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત, જાહેર ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા માટે સોમવારે ‘પ્રસાશન ગાંવ કી ઔર’ નામનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે. સોમવારે ‘ગુડ ગવર્નેસ વીક’ના ઉદ્ઘાટન સમારોહમાં કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ મુખ્ય અતિથિ હશે. મંત્રી ગુડ ગવર્નેસ વીક પોર્ટલ લોન્ચ કરશે અને DARPGની બે વર્ષની સિદ્ધિઓ પર એક પુસ્તિકા બહાર પાડશે.

‘ગુડ ગવર્નેસ વીક’ દરમિયાન કેન્દ્ર દ્વારા લેવામાં આવેલી વિવિધ સુશાસન પહેલોને પ્રકાશિત કરતા કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનની મુખ્ય થીમ સુશાસનને ગ્રામીણ વિસ્તારોમાં લઈ જવાનો છે. DARPG એ કહ્યું કે, ‘ગુડ ગવર્નેસ વીક’ 25 ડિસેમ્બરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘ગુડ ગવર્નેસ ડે’ની ઉજવણી સાથે સમાપ્ત થશે.

વડાપ્રધાન મોદીએ સુશાસન સપ્તાહ ની સફળતા માટે શુભકામના આપતા પોતાના સંદેશમાં કહ્યું કે,આઝાદીના અમૃત કાળમાં, અમે વિકાસને સર્વાંગી અને સર્વ – સમાવેશી બનાવવા માટે પારદર્શક પ્રણાલી, કાર્યક્ષમ પ્રક્રિયા અને સુગમ શાસનનું સૃજન કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

વડાપ્રધાને કહ્યું કે, આ સંદર્ભમાં ‘ગુડ ગવર્નેસ વીક’ની થીમ પ્રશાસન ગાંવ કી ઓર ખૂબ જ પ્રાસંગિક બને છે. અમારી સરકાર ‘સિટીઝન ફર્સ્ટ એપ્રોચ’ દ્વારા સંચાલિત સુશાસનને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે, જે લોકો-કેન્દ્રિત અને શાસનમાં સક્રિય છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર 25 ડિસેમ્બરને ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.