દેશમાં 2021થી શિક્ષણ નીતિ લાગુ કરવાની કેન્દ્ર સરકારની કવાયત
દિલ્હીઃ આગામી વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવાની દિશામાં કવાયત શરૂ કરૂ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો-9 થી ધો-12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવશે. ધો-9 થી ધો-12ને આઠ સેમેસ્ટરમા વિભાજીત કરીને દર છ મહિને પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવાઈ હોવાનુ જાણવા મળે છે.. નવી શિક્ષણ નીતિ સંભવત: આગામી 2021થી લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 2021થી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયની સુચના અનુસાર એક કમિટીની રચના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયની સુચના અનુસાર કમિટીએ નવી શિક્ષણ નીતિ અંતર્ગત એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.આ ડ્રાફ્ટને કેન્દ્ર સરકારમાં મોકલાયા બાદ કેન્દ્ર સરકારને પ્રાપ્ત થયેલા સુચનોને સમાવીને ખરડો તૈયાર કરાયો હતો. આ ખરડો લોકસભા અને રાજ્યસભા પસાર થયા બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે.
દરમિયાન સરકારને મોકલેલા ડ્રાફ્ટમાં 3 થી 6 વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રી-પ્રાઈમરી એજ્યુકેશનથી ધો-2 સુધીનો અભ્યાસક્રમ પ્રારંભિક શિક્ષણના સમયમાં સમાવેશ કરાયો છે. જેમા માતૃભાષા ફરજિયાત કરાઈ છે. ધો-6 થી ધો-8ને મિડલ એટલે કે, વચગાળાના શિક્ષણમાં સમાવેશ કરાયો છે. ધો-9 થી ધો-12ના હાયર એજ્યુકેશનમાં સમાવેશ કરી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ દુર કરીને સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની દિશામાં વિચારણા કરાઈ છે.