ઓમિક્રોનના પગલે કેન્દ્ર સરકારની તૈયારીઓઃ ઓક્સિજનનો બફર સ્ટોફ અને 48 હજાર વેન્ટીલેટર્સ સ્થાપિત કરાયા
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભયનો માહોલ ઉભો થયો છે. દરમિયાન ભારતમાં અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં 160થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઓમિક્રોનના પગલે ઓગોતરુ આયોજન કરાયું છે. દેશની મોટાભાગની પ્રજાને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. 88 ટકા લોકોને પ્રથમ અને 58 ટકા લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે લડવામાં મોદી સરકારની તૈયારીની સંસદના માધ્યમ દ્વારા દેશને જાણ કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનુસુખ માંડવિયાએ કહ્યું કે, દેશમાં સ્વાસ્થ્ય કર્મીઓએ એક દિવસમાં 2.5 કરોડ વેક્સિન ડોઝ તૈયાર કરીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન પણ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ઓક્સિજનનો બફર સ્ટોફ તૈયાર કરાયો છે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં 48 હજાર વેન્ટીલેટર્સ સ્થાપિત કરાયા છે. રાજ્યોને વિશેષ પેકેજની મંજૂરી અપાઈ છે અને રાજ્યોને અપાઈ રહ્યાં છે. પીએમ મોદીની આગેવાનીમાં હેલ્થ વર્કર્સના પ્રયાસથી 88 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ લાગી ચૂક્યો છે જ્યારે 58 ટકા લોકોને વેક્સિનનો બીજો ડોઝ લાગ્યો છે. દેશની મોટાભાગની વસતીને વેક્સિનો ડોઝ લાગી ચૂક્યો છે.
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 161 કેસ આવ્યાં છે અને 12 રાજ્યોમાં ઓમિક્રોન ફેલાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 160થી વધારે ઓમિક્રોનના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. લગભગ 136 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે.