Site icon Revoi.in

કેન્દ્ર સરકારનો મહ્તવનો નિર્ણય, હજયાત્રાનો વીઆઈપી ક્વોટા કરશે નાબૂદ – ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે

Social Share

દિલ્હીઃ- હજયાત્રીઓના વીઆઈપી ક્વોટાને લઈને કેન્દ્ર સરકાર મહત્વનું પગલુ ભરવા જઈ રહી છે જે પ્રમાણે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રએ હજમાં વીઆઈપી ક્વોટાને દૂર કરવાનો નિર્ણય લીધો છે  જેનું કારણ એ છે કે જેનાથી સામાન્ય લોકોને ફાયદો  થાય અને વીઆઈપી ફએસેલિટીનો અંત આવે.

મીડિયા સાથેની વાચચીત દરમિયાન મંત્રી ઈરાનીએ કહ્યું કે વડાપ્રધાને પોતાના કાર્યકાળના પહેલા જ દિવસે સંયુક્ત રાષ્ટ્રની સામે વીઆઈપી કલ્ચરને ખતમ કરવાનો ઠરાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, હજ કમિટી અને હજયાત્રાને લઈને યુપીએ સરકાર દરમિયાન વીઆઈપી કલ્ચરની સ્થાપના થઈ હતી. આ અંતર્ગત બંધારણીય હોદ્દા ધરાવતા લોકો માટે હજ માટે વિશેષ ક્વોટા હતો.

તેમણે વધુમાં મીડિયાને આપેલા ઈન્ટર્વ્યૂમાં એમ પણ જણાવ્યું કે હવે વડાપ્રધાને પોતાનો ક્વોટા રાષ્ટ્રને સમર્પિત કર્યો છે જેથી કરીને તેમાં કોઈ વીઆઈપી કલ્ચર નહી હોય અને સામાન્ય ભારતીયોને સુવિધાઓ આપવામાં આવે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને મેં પણ મારો ક્વોટા છોડી દીધો છે. અમે હજ કમિટી સાથે ચર્ચા કરી કે તમે VIP કલ્ચર છોડી દો અને ક્વોટા નાબૂદ કરો. તમામ રાજ્યોની હજ સમિતિઓએ અમારી આ વાતને સમર્થન પણ આપ્યું છે.