Site icon Revoi.in

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ – રાજપથ પૂનઃવિકાસ માટેની સૌથી ઓછી બોલી લગાવનાર શાપૂરજી પાલોનજી કંપની

Social Share

દિલ્હીઃ-સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની શાપુરજી પાલોનજી એન્ડ કો લિમિટેડ રાજપથ પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે સૌથી નીચી બોલી લગાવતી કંપની તરીકે ઉભરી આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના બિડ ડોક્યુમેન્ટ મુજબ કંપનીએ  477.૦8 કરોડની બોલી લગાવી છે, જે અંદાજિત ખર્ચ કરતા 4.99 ટકા ઓછી છે.

ટાટા પ્રોજેક્ટ્સે આ પરિયોજના માટે બીજી સૌથી નીચી બોલી લગાવી છે જેની કિમંત  488.78 કરોડ રૂપિયા રાખી છે. જે સરકારની 13,500 કરોડ રુપિયાના ખર્ચવાળી  સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ યોજનાનો એક ભાગ છે. એક અધિકારીએ જણાવ્યું હતુ કે, 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ પછી ઐતિહાસિક રાજપથના પુનર્વિકાસની કામગીરી  તરત શરુ કરવામાં આવશે.

આ સમગ્ર કાર્ય વર્ષ 2022ના ગણતંત્ર દિવસ પહેલા પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, શાપૂરજી પોલોનજી એન્ડ કંપની લિમિટેડ અને ટાટા પ્રોજેક્ટસ સિવાય એનસીસી લિમિટે઼ અને આઈટીડી સીમેન્ટેશન ઈન્ડિયા લિમિટેડ એ 490.59 કરોડ રુપિયા જ્યારે એનસીસી એ 601.46 કરોડ રુપિયાની બીડ લગાવી હતી,ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવા સંસદ ભવનના નિર્માણ માટેની ટેન્ડર બિડ ટાટા પ્રોજેક્ટ્સે મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્। 2019 દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી,  આ સાથે જ 11 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હી હાઈકોર્ટે માસ્ટર પ્લાનમાં ફેરફાર અંગે કોઈ સૂચના જારી કરતા પહેલા ડીડીએને કોર્ટમાં જવા જણાવ્યું હતું . 28 ફેબ્રુઆરી 2020 ડીડીએની અપીલ પર કોર્ટએ રોક લગાવી હતી ત્યાર બાદ વર્ષ 2020 17 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંજૂરી, જમીનના ઉપયોગથી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ કરી.

ઉલ્લેખનીય છે કે, 5 નવેમ્બર 2020ના રોજ સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટને પડકારતી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો. 5 જાન્યુઆરી 2021ના સુપ્રીમ કોર્ટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો

સાહિન-