દેશમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને કેન્દ્રનો નિર્ણય – 30 એપ્રિલ સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ
- આંતરરાષ્ટ્રીય વિમાનસેવા પરનો પ્રતિબંધ લંબાયો
- 30 એપ્રિલ સુઘી વિમાન સેવા પર રહેશે પ્રતિબંધ
દિલ્હી -છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, આ સમયગાળા દરમિયાન દેશની સરકારે અનેક સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં વિમાન સેવા પર પણ કેન્દ્રએ પ્રતિબંધ જારી રાખ્યો હતો.
ત્યારે હવે દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે, વધતા કોરોનાના કેસને લઈને તંત્ર સતત ચિંતામાં છે,કોરોનાનું સંક્રમણ અચટકાવવા સરકાર દ્રારા અનેક પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે.
ત્યારે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને એક મહત્વનો નિર્ણય લીધો છે જે હેઠળ તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના પ્રતિબંધો 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે.
સાહિન-
tags:
International flights