CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીઓેએ કચરામાંથી કમાણીનો રસ્તો શોધ્યો
અમદાવાદની CEPT યુનિવર્સિટીના 23 વિદ્યાર્થીઓએ, કોલેજના એક પ્રોજેક્ટમાં ઘન કચરામાંથી શહેરને કમાણી કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. આ પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સર્વે ડેટા અનુસાર એક અમદાવાદી દરરોજ આશરે 700 ગ્રામ કચરો ઉત્પન્ન કરે છે. જેના કારણે દરરોજ 5200 ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી 1976 ટન લેન્ડફિલ સાઈટ પર જાય છે.
વર્ષ 2041ના અમદાવાદ શહેરને ધ્યાનમાં રાખી આ વિદ્યાર્થીઓએ શહેર માટે કાર્બન ક્રેડિટની ગણતરી કરવા, ટૂલ કીટ અને ડેશબોર્ડ વિકસાવ્યું છે. અમદાવાદ શહેરના 500થી વધુ ઘરનો સર્વે કરી, આ વિદ્યાર્થીઓએ પાણી પુરવઠા, સ્વચ્છતા, ઘન કચરો, બ્લુ-ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કર્યો હતો.