Site icon Revoi.in

પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું 69 ની ઉંમરે નિધન

Social Share

નવી દિલ્હીઃ દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું 69 ની ઉંમરે નિધન થયું છે. અધ્યક્ષ બિબેક દેબરોયે દેશની આર્થિક નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરીને બિબેક દેબરોયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું,  હું ડૉ. દેબરોયને તેમની આંતરદૃષ્ટિ અને શૈક્ષણિક ચર્ચા માટેના તેમના જુસ્સા માટે હંમેશા યાદ રાખીશ. તેમના નિધનથી હું દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના.

બિબેક દેબરોયે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ નાણા મંત્રાલયના અમૃતકાલ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સોનોમી અને ફાઇનાન્સિંગ ફ્રેમવર્ક પરની નિષ્ણાત સમિતિના અધ્યક્ષ પણ હતા. બિબેક દેબરોય 2015 થી 2019 સુધી ભારત સરકારની થિંક ટેન્ક નીતિ આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2015 માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.