- ચૈત્રી નવરાત્રિનો પાવન પર્વ શરૂ
- 51 શક્તિપીઠોમાંથી એક પાકિસ્તાનમાં
- હિંદુઓ માટે માં અને મુસ્લિમો માટે નાની કી હજ
ચૈત્રી નવરાત્રિનો પાવન પર્વ 2 જી એપ્રિલથી શરૂ થઇ ગયો છે.નવરાત્રિ નિમિતે માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ હોય છે.આ દરમિયાન શક્તિપીઠના દર્શન માટે ભક્તોની લાંબી કતાર લાગે છે.દેવી પુરાણ મુજબ દુનિયાભરમાં 51 શક્તિપીઠ છે.જેમાંથી 42 ભારતમાં છે.1 પાકિસ્તાન,4 બાંગ્લાદેશ,2 નેપાળ,1 તિબ્બત અને 1 શ્રીલંકામાં છે.પરંતુ આજે અમે વાત કરીશું પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત હિંગળાજ શક્તિપીઠની.એવું કહેવામાં આવે છે કે,હિંગળાજ શક્તિપીઠની યાત્રા અમરનાથથી પણ કઠીન છે.અહીં હિંદુ અને મુસ્લિમ વચ્ચે કોઈ અંતર રહેતું નથી. ચૈત્રી નવરાત્રિ દરમિયાન જાણો આ મંદિર વિશે.
હિંગળાજ મંદિર માટે કહેવામાં આવે છે કે,તે 2000 વર્ષથી પણ જુનું છે.અહીં હિંદુ અને મુસ્લિમ વચ્ચે ફર્ક કરવો ખુબજ મુશ્કેલ ભર્યું છે.ઘણી વખત મંદિરના પૂજારી મુસ્લિમ ટોપી પહેરેલા જોવા મળે છે.હિંદુ અને મુસ્લિમ એકસાથે માતાની પૂજા કરે છે.હિંદુ લોકો આ મંદિરમાં માતાના રૂપમાં પૂજા કરે છે.તો મુસ્લિમ લોકો તેને નાની કી હજ અથવા પીરગાહ કહે છે.અહીં વિદેશમાંથી પણ લોકો દર્શન કરવા જાય છે.
હિંગળાજ માતા મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત હિંગળાજમાં હિંગોલ નદીના તટ પર સ્થિત છે.આ મંદિરની યાત્રા અમરનાથથી પણ કઠીન કહેવાય છે.અહિયાં જવા માટે પહેલા કોઈ સાધન ઉપલબ્ધ હતા નહીં.ત્યારે આ મંદિર પહોંચવા માટે 45 દિવસનો સમય લાગતો હતો.આજે પણ આ મંદિરે પહોંચવામાં ઘણી તકલીફ પડે છે.અને અનેક બાધાઓને પાર કરવી પડે છે.તે હિંગોળ નદીના પશ્ચિમી તટ પર મકરાન રેગીસ્તાનના ખેરથાર પહાડીઓની એક શ્રુંખલાના અંતમાં બનેલી છે.રસ્તામાં હજારો ફિટ સુધી ઊંચા પહાડો છે.