Site icon Revoi.in

દેશમાં ચૈત્રી નવરાત્રિ,વૈશાખી અને ગુડી પડવાની ઉજવણી,પીએમ મોદીએ આપી શુભેચ્છા 

Social Share

દિલ્હી :આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ રહી છે,આ સાથે હિન્દુનું નવું વર્ષ પણ શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ નવરાત્રિ,નવા વર્ષની સાથોસાથ વૈશાખી,ગુડી પડવા અને નવરેહની શુભેચ્છાઓ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ચૈત્રી નવરાત્રિ પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ,આ સાથે એમ પણ લખ્યું કે, દેશવાસીઓને નવ સંવત્સરની શુભેચ્છાઓ. આ પવિત્ર પ્રસંગે દરેકના જીવનમાં હર્ષોલ્લાસ આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી જલિયાંવાલા બાગ હત્યાકાંડની વર્ષગાંઠ પર શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, બાગ હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોને નમન. તેમનું બલિદાન દરેક ભારતીયને શક્તિ આપે છે.  13 એપ્રિલ 1919 ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે બ્રિટીશ સરકારે ત્યાંના સેંકડો ભારતીયો પર ગોળીબાર કર્યો હતો,જેમાં ઘણા લોકોના જીવ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ નવરાત્રિ અને હિન્દુ નવવર્ષની શુભેચ્છા પાઠવી હતી. યુપીના સીએમ આદિત્યનાથે લખ્યું હતું કે, શક્તિ ઉપાસનાનો પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રિના તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ. જગત જનની માં જગદંબાને પ્રાર્થના છે કે, દરેકનું જીવન સુખ,સમૃદ્ધિ,સારા આરોગ્ય અને સુમેળથી પરિપૂર્ણ રહે.

   દેવાંશી