યાત્રાધામ બહુચરાજીમાં આજથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ, ત્રિ-દિવસીય મેળામાં લોકો ઉમટી પડશે
મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં આજે તા. 21મીને રવિવારથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે. અને ત્રિદિવસીય આ મેળામાં માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકા ઉમટી પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકા માટે એસટીની 550 બસ દોડાવવામાં આવશે. બહુચરાજીમાં ત્રણ જગ્યાએ હંગામી એસટી બસ સ્ટેન્ડ ઊભાં કરવામાં આવ્યા છે. ત્રણ દિવસના મોળા દરમિયાન પુરતો પાલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તીર્થધામ બહુચરાજીમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ચૈત્રી પૂનમના લોકમેળો આજથી પ્રારંભ થયો છે. તા.21 થી 23 એપ્રિલ દરમિયાન યોજાનારા આ મેળામાં લોખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડશે. ચૈત્રી પૂનમના મેળામાં એસટી 550 ટ્રીપો એક્સ્ટ્રા ચલાવશે. યાત્રિકોના ધસારાને પહોંચી વળવા મહેસાણા એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. સમગ્ર મેળા દરમિયાન એક્સ્ટ્રા 550 ટ્રીપો દોડાવવાનું આયોજન કરાયું છે અને તેના માટે ત્રણ જગ્યાએ હંગામી બસ સ્ટેન્ડ ઊભાં કરવામાં આવશે. જેમાં બહુચરાજીથી મહેસાણા, પાટણ, ચાણસ્મા, કડી, અમદાવાદ તરફ જવા માટે બહુચરાજી બસ સ્ટેશનમાં બુથ નં.1થી, જ્યારે બહુચરાજીથી હારિજ તરફ જવા માટે બુથ નં.2 શંખલપુર રોડ સ્થિત કંકુમાના આશ્રમ પાસેથી સંચાલન કરવામાં આવશે. તેમજ બહુચરાજીથી વિરમગામ તરફ જવા માટે બુથ નં.3 બહુચરાજી- વિરમગામ રોડ સ્થિત પેટ્રોલપંપની પાસે અમદાવાદ એસટી વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવશે. તેમજ બહુચરાજીથી વિરમગામ તરફ જવા માટે બુથ નં.3 બહુચરાજી- વિરમગામ રોડ સ્થિત પેટ્રોલપંપની પાસે અમદાવાદ એસટી વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવશે (file photo)