Site icon Revoi.in

દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને ‘ચેમ્બર ઓફ ટ્રેડ ઈન્ડસ્ટ્રી’એ PM મોદીને લખ્યો પત્ર – તાત્કાલિક બેઠક બોલાવાની કરી માંગ

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં  રાજ્ય સરકાર અનેક પગલા  લેવાયા હોવા છત્તા સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી, દિવસેને દિવસે દિલ્હીના પ્રદુષણનું સ્તર સામાન્ય કરતા 3 ગણુ વધી ગયું છે,અનેક  વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 400ને પાર પહોંચ્યો છે. ત્યારે હવે દરેક પગલાઓ નિષઅફળ જણાતા ચેમ્બર ઓફ ટ્રેડ ઈન્ડસ્ટ્રીએ પ્રધાનમંત્રી મોદીને આ બાબતે પત્ર લખ્યો છેં

ઉલ્લેખનીય છે કે હરિયાણા, પંજાબ સહીત દિલ્હીના આજુબાજૂના વિસ્તારોમાં પરાળી બાળવાની ઘટનાને લઈને હવા ઝેરીલી બની રહી છે.જેને લઈને હવે લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે,ગંભીર શ્રેણીમાં હવાનું સ્તર પહોંચી ચૂક્યું છે ત્યારે હવે આ મામલે પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા કહેવામાં આવ્યું છે અને તાત્કાલિક આ મામલે બેઠક બોલાવાની પત્રમાં માંગ કરવામાં આવી છે.

પીએમ મોદીને પ્રદુષણ મામલે બેઠક બોલાવવાની મ્બર ઓફ ટ્રેડ ઈન્ડસ્ટ્રીએ માગ કરી છે,પ્રુષણને લઈને દિલ્હીના વેપાર પર પણ માઠી અસર પડી રહી છે જેને લઈને પીએમને પત્ર લખવાની ફરજ પડી છે.દિલ્હી એનસીઆરમાં જે રીતની હાલ સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા બાળકો અને વડીલો ઘરની બહાર સવારે ન નીકળવાની સલાહ અપાઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી સરાકર તરફથી લેવામાં આવેલા પગલા કારગાર સાબિત થઈ રહ્યા નથી તેઓ સતત પ્રદુષણને નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળ જોવા મળી રહ્યા છે જેને લઈને આ પ્તર લખવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે દિલ્હી સરાકે નિર્માણ કાર્ય પર પ્રતિબંધ લગાવ્યો છે તો બીજી તરફ શાળઆઓ બંધ કરવામાં આવી છે ડિઝલ વાળા વાહનો પર પ્રતિબંધ મૂકત્યો છે આ તામમા કાર્ય કરવા છત્તા સ્થિતિ સુધરતી જોવા મળી નથી.

હાલ દિલ્હીના દરેક વિસ્તારમાં પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે, હાલ એક્યૂઆઈ દિલ્હીમાં 431 નોઈડામાં 529 ગાઝિાબાદમાં 374 ફરિદાબાદ 384 ગુરુગ્રામ 478 એક્યૂઆઈ નોંધાયો છે 200થી ઉપર આ ઈન્ડેક્ષ પહોંચતા તે ગંભીર શ્રેણી દર્શાવે છે.