ચંપાના ફૂલ જેટલા સુંદર છે તેટલા સ્વાસ્થ્ય માટે પણ છે ગુણકારી, જાણો તેમાં રહેલા ગુણો વિશે
સામાન્ય રીતે દરેક ફળો, શાકભાજી ફૂલ કોઈને કોઈ રીતે શરીરને ઘણો ફાયદો કરાવી જાય છે,ઘણા ફૂલો પણ એવા હોય છે જે નાની મોટી બીમારીમાં રાહત આપવાનું કાર્ય. કરે છએ આજે આવાજ એક ફુલની વાત કરીશું જેનું નામ છે ચંપાનું ફૂલ જે દેખાવે સુંદર સફેદ રંગનું હોય છે અને બહારમાસીના ફૂલ જેવું હોય પણ આકારમાં ઘણું મોટૂ હોય છે.
ચંપાના સુંદર, મંદ, સુંગધિત હળવા સફેદ, પીળા ફૂલ હંમેશાં પૂજામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ચંપાના વૃક્ષને મંદિરના પરિસરમાં લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. ચંપાના વૃક્ષનો ઉપયોગ ઘર, પાર્ક, પાર્કિંદ વિસ્તાર અને સજાવટ માટે ઉપયોગ કરવામાં આવે છે.
ચંપાના ફુલની તાસિર ઠંડી હોય છે, જો તેના ફૂલનો લેપ બનાવીને શરીર પર લગાવવામાં આવે તો તે બળતરામાંથી રાહત આપે છે,ચામડી પર ઠંડક પહોંચાડે છે,ચંપા શીતળ પ્રકૃતિ અને હૃદય માટે લાભદાયી છે. તેને સુંઘવાથી દિલ અને દિમાગ શક્તિશાળી બને છે.
આ સાથે જ શરીરની શક્તિને વધારવા માટે ચંપાના ફૂલનો પાઉડર બનાવીને, તેમાં મધ મિક્સ કરીને ખજો ખાવામાં આવે તો શરીરમાં એનર્જી પ્રાપ્ત થાય છે.નસો જકડાવાની સમસ્યા રહેતી હોય તો ચંપાના તેલથી માલીશ કરવી લાભદાયી છે.
આ સાથે જ આ ફૂલના રસના સેવનથી દુખાવામાં રાહત મળે છે ખાસ કરીને હાથ-પગ પર ચંપાના ફૂલોના તેલથી માલીશ કરવાથી દુખાવામાં રાહત થશે. બીજી તરફ ચંપાના ફૂલને તેલમાં ક્રશ કરીને માથામાં લગાવવાથી, આંખો પર લેપ લગાવવાથી, માથાના દુખાવામાં રાહત થાય છે.
ચંપાના પાનનો રસ ૧૦ મિલીલીટર લઇને ૨૦ ગ્રામ મધ સાથે મિક્સ કરો. આ મિશ્રણનું સવાર-સાંજ સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત થશે.ચંપાના મૂળનો ઉપયોગ કરીને કાવો બનાવો, તે પીવાથી કબિજીયાતમાં રાહત મળશે.ચંપાનું ફૂલ ભૂખને રોકવામાં મદદ કરે છે. તથા વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.