- દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદના એંઘાણ
- હવામાન વિભઆગે એલર્ટ જારી કર્યું
દિલ્હીઃ- દેશભરમાંથી શિયાળાની વિદાઈ થી રહી છે આ સ્થિતિ વચ્ચે વાતાવરણમાં બમણી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે, દેશના ક્ટલાક રાજ્યોમાં વાવરણમાં ઠંડક પ્રસરતી હાલ પણ જોવા મળે છે આ સાથે જ રાજધાની દિલ્હીમાં 8 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન ધીમે ધીમે વધીને 29 ડિગ્રી સેલ્સિયસ થવાની ધારણા છે.
આજરોજ ગુરુવારે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. અહીં બુધવારે મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 95 ટકા નોંધાયું હતું.આ સાથે જ જે ઠંડા પવન ફૂંકાવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યાપ્રમાણે દિલ્હીમાં, 6 થી 8 માર્ચ દરમિયાન દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે.. આ સિવાય 4 અને 5 માર્ચે આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન 25 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ધારણા છે.
વિતેલા દિવસે હવા ખરાબ શ્રેણીમાં નોંધાઈ
દિલ્હીમાં વિતેલા દિવસને બુધવારે ઘણા દિવસો પછી દિલ્હીની હવા ફરી બગડી. હતી દિવસનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક નબળી શ્રેણીમાં 225 નોંધાયો હતો. દરમિયાન, હવામાં પ્રદૂષક PM 10 97 નોંધાયું હતું, જ્યારે PM 2.5 મધ્યમ શ્રેણીમાં 95 નોંધાયું હતું. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એર ક્વોલિટી ઈન્ડેક્સ એજન્સી SAFAR મુજબ , 3 થી 5 માર્ચ દરમિયાન પવનની ગતિમાં સુધારો આવ્યા બાદ હવાની ગુણવત્તા સૂચકાંકમાં પણ થોડો સુધારો જોવા મળશે.