Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદના આગમન પહેલાજ દરિયા કાંઠા વિસ્તારોમાં આંધી ફૂંકાવાની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 20મી જુન સુધીમાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ જવાની શક્યતા છે. હાલ દક્ષિણ ભારતના કેરળમાં નિયત સમય કરતાં નૈઋત્યના ચોમાસુ ત્રણ દિવસ વહેવા આગમન બાદ  મેઘરાજા આગળ વધા રહ્યા છે.  બીજીબાજુ ગુજરાતમાં આવતા સપ્તાહમાં કેટલાક ભાગોમાં પ્રિમોન્સુન એક્ટીવીટીના ભાગરુપે આંધી અને મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. તેમ  હવામાન વિભાગે જણાવ્યું છે,

ગુજરાત હવામાન વિભાગના વડા ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ હવામાનમાં ખાસ કોઇ મોટો બદલાવ થવાની સંભાવના નથી. મોટાભાગે વાતાવરણ સ્વચ્છ અને સુકુ જ રહેશે. જો કે આવતા બે-ત્રણ દિવસ દરમિયાન અમુક ભાગોમાં હળવા થંડર સ્ટ્રોમ એક્ટીવીટીની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દમણ, વલસાડ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ એક્ટીવીટી ઉભી થઇ શકે છે. આ એક્ટીવીટી દરમિયાન મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની શક્યતા છે. હવાના દબાણમાં થનારા ફેરફારને લીધે આ સ્થિતિ સર્જાતી હોય છે. ચોમાસાના આગમન પહેલા પશ્ચિમ અને અરબી સમુદ્રથી આવતા પવનના દબાણને લીધે આંધીની હાલત ઉભી થાય છે. સમુદ્રમાં બનતા વાવાઝોડા કરતાં થંડર સ્ટ્રોમની તાકાત ઓછી હોય છે.

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનો માહોલ સર્જાયો છે અને તાપમાનમાં પણ વધારો થઇ રહ્યો છે તેમાં હવે આવતા સપ્તાહથી ઘટાડો થવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નૈઋત્ય ચોમાસુ કેરળમાં વ્હેલુ બેસી ગયા બાદ આગળ વધીને કર્ણાટક સુધી પહોંચી ગયું છે અને હવે આવતા દિવસોમાં ગોવા, કોંકણ સુધી પહોંચી શકે છે ત્યારબાદ મહારાષ્ટ્ર, મુંબઈમાં એન્ટ્રી થયા પછી ગુજરાતનો વારો આવશે. ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસાના આગમનની શક્યતા રહી છે. જો કે હવામાન વિભાગ દ્વારા કોઇ હજુ સત્તાવાર નિર્દેશ આપવામાં આવ્યો નથી.