શિયાળામાં કોરોના વધવાની સંભાવના,આ લક્ષણોની ન કરતા અવગણના
શિયાળામાં શરદી થવી, ઉધરસ-ખાંસી થવી તે સામાન્ય વાત ગણવામાં આવે છે, લોકો આ બાબતે ધ્યાન પણ આપતા હોતા નથી પણ લોકોએ તે વાતને ન ભૂલવી જોઈએ કે શિયાળામાં કોરોનાનું સંક્રમણ વધે છે અને ફરીવાર આ શિયાળામાં કોરોના વધી શકે તેવી સંભાવના છે.
સૌથી પહેલા તો ગળામાં ખરાશ થાય તો ચીંતા કરવાની જરૂર છે. જો તમારા ગળામાં ખરાશ હોય તો તેની તરત સારવાર કરાવો. તે કોરોના શરુઆતના લક્ષણ હોય શકે છે. આ ઉપરાંત શિયાળામાં ખાંસી અને શરદી એક સામાન્ય સમસ્યા છે. તે પણ કોરોનાનું એક લક્ષણ હોય શકે છે. તેને દૂર કરાવા ઘરઘથ્થુ ઉપાયો અને દવાનું સેવન જરુરથી કરવુ જોઈએ.
શિયાળામાં આંખમાં બળતરા અને ખજવાળ આવે તો તેની તરત સારવાર કરાવવી જોઈએ. આંખો લાલ થવી પણ કોરોનાનું એક લક્ષણ હોય શકે છે. તેથી તેની યોગ્ય સંભાળ કરવી જોઈએ. થાક પણ કોરોનાનું એક લક્ષણ છે. કામને કારણે તણાવ, શરીરમાં પોષક તત્ત્વોની અછતને કારણે થાક લાગે છે. તેથી શરીરમાં પોષક તત્ત્વો મળે તેવા ફળ-શાકભાજીનું સેવન કરવુ જોઈએ.
ઘણી વખત દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોના વાઇરસને કારણે અસામાન્યપણે ઉધરસ આવી શકે છે. આવી ઉધરસ 24 કલાકમાં ત્રણ કે તેથી વધુ વખત આવતી હોય છે, જો ખાંસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ છે.
કોવિડ-19નો ચેપ અટકાવવા માટે હાથને સાબુ તથા પાણીથી નિયમિત અને સારી રીતે ધોતાં રહો. જો આપને ઉપરનાં ત્રણ લક્ષણોમાંથી કોઈ એક પણ લક્ષણ જણાય તો આપે કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ.