- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
- કેટલાક જીલ્લાઓમાં લંબાશે વરસાદ
અમદાવાદઃ-સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આવનારા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.જો કે રાજ્ય.ના કેટલાક જીલ્લાઓ એવા પણ છે કે જેણે હજી વરસાદ માટે લાંબી રાહ જોવી પડશે.
રાજ્યના મેગા શહેર અમદાવાદમાં સામાન્ય વરસાદના ઝાપટા વરસવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આવનારા 5 દિવસ ભારે વરસાદની કોઈ જ શક્યતાઓ દેખાઈ રહી નથી.ઘોઘમાર વરસાદ માટે હજી આપણે રાહ જોવી પડશે.
હવામાન વિભાગ દ્રારા સાર્વત્રિક વરસાદ ને લઈને અલગ-અલગ રિપોર્ટ રજુ કરવામાં આવે છે. દિવસેને દિવસે વાતાવરણ મુજબ અલગ અલગ આગાહીઓ કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ૫ જુલાઈ પછી કોઈ સારી સીસ્ટમ્સ બનશે તો સાર્વત્રિક વરસાદની આગાહી છે. જોકે હાલમાં કોઇ સિસ્ટમ વ્યવસ્થિત દેખાતી નથી અથવા દરરોજ દરરોજ સિસ્ટમ્સ બદલાવ જોવા મળે છે. કેટલાક શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, તો ક્યાક રહજી પણ ઉનાળાની બપોરનો અનુભવ થઈ રહ્યો છે,ચોમાસાની આ ઋતુમાં ગરમીનો અનુભવ જોતા શક્યતાઓ સેવાઈ રહી છે કે ભરચોમાસાને આવતા હજી વાર લાગી શકે છે.