સમગ્ર ગુજરાતમાં સોમવારથી વધશે ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો ગગડશે
- ગુજરાતમાં વધશે ઠંડીનો પારો
- તાપમાન 12થી 18 ડિગ્રી સુધી પહોચવાની શક્યતાઓ
- સોમવારથી ઠંડીનો ચમકારો જોવા મળશે
અમદાવાદઃ- સમગ્ર ગુજરાતમાં હવે આવનારા એક દિવસમાં છંડીનું જોર વધવાની શક્યતો સેવી રહી છે, હાલ કેટલાક જીલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે, રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ઠંડીનું પ્રમાણ સાવ સામાન્ય નોંધાયું છે આજે મોટાભાગના સ્થળોએ 1ર થી 18 ડીગ્રી સુધીનું લઘુતમ તાપમાન નોંધાયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ઠંડીનો પ્રકોપ ઓછો જોવા મળી રહ્યો છે, જોકે હવામાન વિભાગ દ્વારા આવતા સોમવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છ અને રાજયભરમાં જુદા જુદા વિસ્તારોમાં ફરી ક વખત ઠંડીનો ચમકારો જોવા મળેશે, આવનારા સોમવારે ઠડીનું પ્રમાણ વધશે.
ગુજરાતનો સૌથી ઠંડા પ્રદેશ ગણાતા નલીયામાં આજે સવારે લઘુતમ તાપમાન 12.1 ડીગ્રી નોંધાયું છે, હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા રહ્યું, જયારે ભુજમાં સવારે લઘુતમ તાપમાન 13.ર ડીગ્રી નોંધાયુ હતુ. અને હવામાં ભેજ 73 ટકા રહયો હતો. આ સાથે જ જુદા જુદા વિસ્તારો અને જીલ્લોમાં ઠંડીનું સામાન્ય વાતાવરણ જોવા ણળ્યું છે
આ ઉપરાંત આજરોજ અમદાવાદ, વડોદરા, સુરત સહીતના સ્થળોએ પણ સામાન્ય ઠંડી જોવા મળી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટ્યું છે, પરંતુ વનારા દિવસોમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો લાગશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
સાહિન-