1. Home
  2. ગુજરાતી
  3. સ્ટ્રાઈકનું સંકટ:ચંદીગઢમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી માટે નિર્ધારીત કરાય લિમિટ!
સ્ટ્રાઈકનું સંકટ:ચંદીગઢમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી માટે નિર્ધારીત કરાય લિમિટ!

સ્ટ્રાઈકનું સંકટ:ચંદીગઢમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી માટે નિર્ધારીત કરાય લિમિટ!

0
Social Share

ચંદીગઢ: દેશભરમાં ટ્રકચાલકોના દેખાવની સાઈડ ઈફેક્ટ્સ દેખાવા લાગી છે. ચંદગઢમાં હવે પેટ્રોલ અને ડીઝલની ખરીદ સીમા નક્કી કરવામાં આવી છે. તેના પ્રમાણે, દ્વિચક્રી વાહનો બે લિટર સુધી પેટ્રોલ ખરીદી શકશે. જ્યારે ચાર પૈંડાવાળા વાહનો માટે આ મર્યાદા પાંચ લિટરની કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે હિટ એન્ડ રનના મામલામાં 7 લાખ દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈને લઈને દેશભમાં વાહનચાલકો દેખાવ કરી રહ્યા છે. તેને કારણે આખા દેશમાં સપ્લાય ચેન ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ છે. સૌથી વધારે અસર ઓઈલ સપ્લાય પર પડી છે અને વિભિન્ન સ્થાનો પર પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.

ઓઈલ ડેપોમાં એન્ટ્રી કરી શકતા નથી ટેન્કર-

મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારના નવા કાયદામાં હિટ એન્ડ રનના મામલામાં કડક સજાની જોગવાઈ છે. આ જોગવાઈની વિરુદ્ધ ટ્રક અને ખાનગી બસોના ચલકો દેશભરમાં હડાળ પર છે. આ ત્રણ દિવસની હડતાળ મંગળવારે બીજા દિવસે ચાલુ રહી હતી. આ હડતાળ આખા દેશમાં ઘણી વધુ ખરાબ અસર પાડી રહી છે. તેના પહેલા પંજાબ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના મહાસચિવ રાજેશ કુમારે કહ્યુ કે રાજ્યમાં લગભગ ચાર હજાર પેટ્રોલ પંપ છે અને સોમવારથી આંદોલનના કારણે ઈંધણ આપૂર્તિ પ્રભાવિત થઈ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જેવી ખબર ફેલાય કે ટ્રક ચાલક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હડતાળ પર ચાલ્યા ગયા છે, લોકો પેટ્રોલ પંપોની બહાર વાહનો સાથે લાઈન લગાવી રહ્યા છે. હડતાળના કારણે અમને ઈંધણનો પુરવઠો પણ મળી રહ્યો નથી. આ ચાલક વિરોધ પ્રદર્શન હેઠળ ઓઈલ ટેન્કરોને ઈંધણ ભંડાર લાવવા માટે ડેપોમાં પ્રવેશ કરવા દઈ રહ્યા નથી.

અન્ય શહેરોમાં પણ પરેશાની –

લુધિયાણામાં એક પેટ્રોલ પંપના માલિક સંજીવ ગર્ગે કહ્યુ છે કે તેઓ ઈંધણનો ભંડાર સમાપ્ત થવા સુધી તેને વેચવાનું ચાલુ રાખશે. ગર્ગે કહ્યુ છે કે તેમને સોમવારથી ઈંધણનો નવો પુરવઠો મળ્યો નથી. રાંધણગેસ એજન્સી કાર્યાલયો પર પણ લોકોની લાંબી કતાર જોવા મળી. ગેસ સિલિન્ડરની અછતની આશંકાને કારણે લોકોએ સિલિન્ડરની ખરીદી કરી. લોકોને ડર છે કે જો હડતાળ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તેનાથી અછત વધશે. કેટલાક વેપારીઓ મુજબ, ટ્રક, ટેમ્પો અને કન્ટેનરના સડકો પર નહીં ચાલવાથી ફળો અને શાકભાજીઓની આપૂર્તિ પર પણ અસર પડવાની આશંકા છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના અધ્યક્ષ રવિન્દ્રસિંહ ઢિલ્લોનું કહેવુ છે કે હરિયાણાના અંબાલામાં કેટલાક પેટ્રોલ પંપોએ પહેલા જ પેટ્રોલ અને ડીઝલની અછતની માહિતી આપી છે, કારણ કે ગત બે દિવસોમાં કોઈ નવી આપૂર્તિ મળી નથી. ઢિલ્લોનું કહેવુ છે કે જો આપૂર્તિ તાત્કાલિક બહાલ નહીં થાય, તો અમારે પેટ્રોલ પંપ બંધ કરવા પડશે. અંબાલા શહેરમાં એક પેટ્રોલ પંપના માલિક રાજેશ ખોસલાએ કહ્યુ છે કે જો આપૂર્તિ બહાલ નહીં થાય તો તેમને સાંજ સુધી પેટ્રોલ પંપ બંધ કરવા પડશે.

દેશના વિભિન્ન શહેરોની સ્થિતિ-

ટ્રક ચાલકોની હડતાળની વચ્ચે ઈંધણની અછત હોવાની આશંકાને કારણે મુંબઈ અને નાગપુરમાં પેટ્રોલપંપ પર મંગળવારે લાંબી કતારો જોવા મળી. ટ્રક ચાલકોની હડતાળથી નાગપુરમાં લોકોએ ઉતાવળણાં સોમવારે રાત્રે પેટ્રોલ પંપો પર કતાર લગાવવાનું શરૂ કર્યું હતું. જો કે મહારાષ્ટ્ર સરકારે ટ્રક ચાલકોની હડતાળને ધ્યાનમાં રાખીને પોલીસને બજારમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સિલિન્ડરની અડચણ વગર આપૂર્તિને સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો છે. ટ્રાન્સપોર્ટરોના એક સંગઠને મંગળવારે દાવો કર્યો છે કે ટ્રક ડ્રાયવરોની હડતાળથી મધ્યપ્રદેશમાં લગભગ 5 લાખ વાહનોના આવગમન અસરગ્રસ્ત થયા છે

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code