ચંદિગઢની જીલ્લા કોર્ટમાં બોમ્મ હોવાની મળી સૂચના – બોમ્બ સ્ક્વોડ સહીત પોલીસ ઘટનાસ્થળે પહોંચી
- ચંદિગઢની જીલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની સૂચના
- પોલીસ ઘટના સ્થળે પોહચી
- સમગ્ર પરિસર ખાલી કરાવાયું
ચંદિગઢઃ- 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આતંકીઓ પોતાની નજર રાખઈ રહ્યા છએ જમ્મુ કાશ્મીર સહીત પંજાબમાં આતંકીઓની નાપાક હરકત સતત ,સામે આવતી હોય છે ત્યારે ચંદિગઢની જીલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની સૂચના મળી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ચંડીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. જે બાદ સમગ્ર પરિસરને ખાલી કરાવવામાં આવ્યું છે. પોલીસને બોમ્બ અંગેનો ફોન આવ્યો હતો. જે બાદ પોલીસે સતત શોધખોળ ઓપરેશન ચતાલુ રાખ્છેયું . સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. બોમ્બ સ્કવોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ કરી રહી છે.
બોમ્બ મૂકવાનો જે ફોન આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે ચંદીગઢના ન્યાયિક સંકુલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ બોમ્બ એક કારમાં છે, જે સવારે 1 વાગ્યે વિસ્ફોટ થશે. તે જ સમયે, જિલ્લા કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીએ ઓફિસમાં બોમ્બ કોલ આવ્યો હતો. આ પછી પોલીસ તરત જ ત્યાં પહોંચી ગઈ.
આખા કોમ્પ્લેક્સને ખાલી કરીને સીલ કરી દેવામાં આવ્યું છે. તમામ વકીલોને પણ બહાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ પછી ઓપરેશન સેલ, ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને રિઝર્વ ફોર્સના કમાન્ડો કોર્ટમાં પહોંચ્યા છે.
હાલ અહી સર્ચ ઓપરેશન ચલાવીને બોમ્બની શોધ કરવામાં આવી રહી છે. સેક્ટર-43માં જ્યાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યાંથી ચંદીગઢનું બસ સ્ટેન્ડ પણ થોડે દૂર છે. જેને લઈને પોલીસ સતર્કતા દાખવીને આ કાર્ય કરી રહી છે.