Site icon Revoi.in

અમૃતસર, પઠાનકોટ, બાટલા, ગુરુદાસપુરમાં આતંકી હુમલાનું એલર્ટ, એરબેઝ-આર્મી કેમ્પ પણ નિશાના પર

Social Share

ચંદીગઢ: પંજાબના ચાર શહેરોમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમા અમૃતસર, પઠાનકોટ, બાટલા અને ગુરુદાસપુર સામેલ છે. આત્મઘાતી હુમલાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ પંજાબ પોલીસને એલર્ટ રહેવા માટે નિર્દેશ અપાયા છે. જણાવવામાં આવે છે કે પઠાનકોટના એરબેઝ અને આર્મી કેમ્પ પણ આતંકવાદીઓના નિશાના પર છે. ઈનપુટ્સ બાદ પંજાબ પોલીસના એડીજીપી(ઓપરેશન્સ)ને પઠાનકોટમાં કેમ્પ કરવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.

ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે, જેહાદી આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાનના વડાપ્રધા ઈમરાનખાનના સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાના પ્રવાસથી પાછા ફર્યા બાદ કોઈપણ સમયે આ આતંકી હુમલાને અંજામ આપવામાં આવે તેવી શક્યતા છે. પંજાબ સરકારે પણ આના સંદર્ભે યોગ્ય પગલા ઉઠાવવાના નિર્દેશ જાહેર કર્યા છે.