- ચંદ્રા અપૂર્વ માહિતી પ્રસારણ મંત્રાલયના નવા સચિવ
- સોમવારે તેમણે સચિવ પદનો કાર્યભાર સંભાળ્યો
દિલ્હી- વરિષ્ઠ અમલદાર અપૂર્વ ચંદ્રાએ વિતેલા દિવસને સોમવારના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સચિવનો કાર્યભાર સંભાળ્યો છેતેમની ગણતરી યોજનાની અમલવારી કરનાર દેશના ઝડપી અને સફળ અધિકારીઓમાં થતી આવી છે.
દિલ્હી આઈઆઈટીથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં 1988 બેચના મહારાષ્ટ્ર કેડરના પોસ્ટ ગ્રેજ્યુએટ અપૂર્વ ચંદ્ર લાંબા સમયથી કેન્દ્રીય ડેપ્યુટેશન પર પેટ્રોલિયમ, શ્રમ અને સંરક્ષણ મંત્રાલયમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે.તેઓ ઉદ્યોગોને ઇંધણ પુરવઠો, પુરવઠો લોજિસ્ટિક્સ, પરિવહન, ઇંધણ ઉત્પાદનોના સંગ્રહ અને વિતરણ વગેરે સંબંધિત નીતિઓ ઘડવામાં સામેલ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્ર એ જ નવી સંરક્ષણ સંપાદન પ્રક્રિયાનો મુસદ્દો તૈયાર કર્યો હતો. શ્રમ મંત્રાલયના કાર્યકાળ દરમિયાન, તેમણે 78.57 લાખ રોજગારીની નવી તકો પેદા કરવા માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો પાયો નાખ્યો.આજે તેમની શરુ કરેલી યોજનાઓ અતંર્ગત અનેક લોકો રોજગારી મેળવવામાં સફળ રહ્યા છે