ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કેસનો ભાજપ વિરોધ ઉપયોગ કરવા માંગતા હતા ચંદ્રશેખર રાવ
બેંગ્લુરુઃ તેલંગાણાના પૂર્વ સીએમ ચંદ્રશેખર રાવ કથિત રીતે બીઆરએસ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના કેસનો ભાજપ વિરુદ્ધ ઉપયોગ કરવા માંગતા હતા, જેથી તેમની પુત્રી કે. કવિતાને દિલ્હી દારૂ કૌભાંડમાં રાહત આપવા માટે ભાજપ સાથે સમાધાન કરી શકાય. તેવુ ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારીની તપાસમાં ખૂલ્યું છે. પૂર્વ ડેપ્યુટી કમિશનર રાધાકૃષ્ણ રાવે આ ખુલાસો કર્યો છે. રાધાકૃષ્ણ રાવ ફોન ટેપિંગ કેસના મુખ્ય આરોપીઓ પૈકીના એક છે.
પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, બીઆરએસ ચીફ અને ભૂતપૂર્વ સીએમ કેસીઆર બીઆરએસ ધારાસભ્યોની કથિત ખરીદીમાં બીજેપી સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષની ધરપકડ કરવા માગતા હતા. આ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. કેસીઆર ઈચ્છતા હતા કે, બીએલ સંતોષની ધરપકડ કરીને ભાજપ સાથે સમાધાન કરી શકાય. તેઓ કે. કવિતા ઇડીની તપાસમાંથી મુક્ત કરાવા માંગતા હતા, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓની અસમર્થતાને કારણે એક મહત્વની વ્યક્તિને પોલીસ પકડી શકી ન હતી, બાદમાં મામલો હાઇકોર્ટમાં ગયો હતો અને હાઇકોર્ટે ધરપકડ પર રોક લગાવી દીધી હતી. જે બાદ તપાસ CBIને સોંપવામાં આવી હતી.
દિલ્હી લીકર પોલીસી કેસમાં તપાસનીશ એજન્સીની તપાસમાં કે.કવિતાની સંડોવણી સામે આવી હતી. જેથી તેમની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ કે.કવિતા જેલમાં બંધ હોવાનું જાણવા મળે છે. આબકારનીતિ અને તેની આડમાં મનીલોનડરીંગ મામલે સીબીઆઈ આગામી દિવસોમાં કે.કવિતા સામે પુરવણી ચાર્જશીટ શરુ કરશે. જો કે, આ પહેલા ઈડીએલીકર પોલીસી કેસમાં કે.કવિતા સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.