Site icon Revoi.in

ચંદ્રયાન-3: ચંદ્રની તસ્વીરો ઈસરોએ જાહેર કરી, તસ્વીરમાં ચંદ્રની સપાટી સ્પષ્ટ દેખાઈ

Social Share

નવી દિલ્હીઃ ચંદ્ર ઉપર ચંદ્રયાન-3ના લેન્ડીંગની કરોડો ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારત જ દુનિયાના વિવિધ દેશો પણ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા તૈયાર છે. બીજી તરફ ચંદ્રયાન મિશન ધીમે-ધીમે ચંદ્ર નજીક પહોંચી રહ્યું છે. દરમિયાન, ઈસરોએ શુક્રવારે ચંદ્રયાન દ્વારા કેપ્ચર કરાયેલો ચંદ્રના ફોટોગ્રાફનો એક વીડિયો જાહેર કર્યો, આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ તસવીરો ચંદ્રની ખૂબ નજીકથી લેવામાં આવી છે, આ તસવીરોમાં ચંદ્રની સપાટી સ્પષ્ટ દેખાઈ રહી છે. ચંદ્રયાન-3 આગામી 23મી ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી ઉપર ઉતરાયણ કરે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

ISROએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3ના લેન્ડર ઇમેજર (LI) કેમેરા-1 એ 17 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રની તસવીરો કેપ્ચર કરી હતી, લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કર્યા પછી. ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ થવાની ધારણા છે. તેને તા. 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ISROએ ટ્વીટ કર્યું કે, લેન્ડર મોડ્યુલ (LM) સારું પ્રદર્શન કરી રહ્યું છે અને LM એ સફળતાપૂર્વક ડીબૂસ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું, તેની ભ્રમણકક્ષા 113 km x 157 km થઈ ગઈ. બીજી ડીબૂસ્ટિંગ કામગીરી 20 ઓગસ્ટ 2023 માટે સુનિશ્ચિત થયેલ છે. લેન્ડર ધીમી ગતિ કરીને આગળ વધશે. ચંદ્રયાન-3 મિશનના લેન્ડરનું નામ વિક્રમ સારાભાઈ (1919-1971)ના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેને વ્યાપકપણે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે.