નવી દિલ્હીઃ ચંદ્ર ઉપર દિવસ ઉગતાની સાથે જ ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર મોડ્યુઅલને ફરી એકવાર એક્ટિવ કરવાની કવાયત શરૂ કરી છે. જો કે, ફરીથી લેન્ડર અને રોવર કામ કરશે કે કેમ તેને લઈને અસમંજસ ભરી પરિસ્થિતિ છે. ચંદ્ર ઉપર રાત પડતા ઈસરોએ લેન્ડર અને રોવરને સ્પીલ મોડમાં મુકી દીધા હતા. જો ઈસરો બંનેને ફરીથી એક્ટિવ કરવામાં સફળ રહેશે તો હજુ ચંદ્ર ઉપરની કેટલીક મહત્વની માહિતી મળવાની આશા વ્યક્ત થઈ રહી છે. ચંદ્ર ઉપર બુધવારનો દિવસ અનેક ગણો ઠંડો હતો, જેથી આજે સવારે સૂર્યનો પ્રકાશ તેજ થયા બાદ લેન્ડર અને રોવરને ફરીથી એક્ટિવ કરવામાં આવશે.
ઈસરોના એક અધિકારીએ કહ્યું હતું કે, ગ્રાઉન્ડ સ્ટેશન વધારે તડકો પડ્યા બાદ ગુરુવારે અથવા શુક્રવારે લેન્ડર અને રોવર મોડ્યુઅલ અને ઓન-બોર્ડ ઉપકરણોને ફરીથી એક્ટિવ કરવાના પ્રયાસો શરુ કરશે. જો બંને સ્પીડ મોડમાંથી ફરીથી એક્ટિવ થશે તો આગામી 14 દિવસ ફરીથી ચંદ્ર ઉપર કાર્ય કરશે.
સૂર્ય ઉર્જાથી સંચાલિત ચંદ્રયાન-3 મોડ્યુઅલ મિશનનું જીવુ ચંદ્ર ઉપર માત્ર એક દિવસનું હતું, જો કે, ચંદ્ર ઉપરનો એક દિવસ એ પૃથ્વીના 14 દિવસ સમાન છે. લેન્ડર અને રોવર મોડ્યુઅલમાં લાગેલા ઈલેક્ટ્રીક્સ ઉપકરણોને ચંદ્ર ઉપર રાતના વધારે ઠંડીનો સામનો કરી શકે તેવા તૈયાર કરાયાં નથી. જ્યાં ચંદ્રયાન-3નું લેન્ડીંગ થયું હતું, ત્યાં તાપમાન માઈનસ 200 ડિગ્રીથી વધુ નીચે જતુ રહે છે.
ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રની દક્ષિણ સપાટી ઉપર સફળતા પૂર્વક ઉત્તરાયણ કર્યું હતું. જે બાદ રોવરએ ચંદ્રથી અનેક મીટર અંતર કાપીને મહત્વની માહિતી એકત્ર કરીને ઈસરોને મોકલી આપી હતી. જો કે, ત્યાં રાત પડતાની સાથે જ ઈસરો દ્વારા લેન્ડર અને રોવરને સ્પીડ મોડમાં મુકી દેવામાં આવ્યું હતું. જો કે, હવે ફરીથી તે એક્ટિવ થાય છે કે કેમ તે જોવુ રહ્યું.