Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના અભ્યાસક્રમમાં હવે ચંદ્રયાન 3ની સફળતાને કરાશે સામેલ, બાળકો જાણશે અવકાશ ક્ષેત્ર ભારતની ઉપલબ્ઘિ

Social Share

લખનૌઃ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવીને ભારતે અવકાશ ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છેચંદ્રયાન 3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

ભારતની આ ગૌરવ ગાથા આવનારા સમયના બાળકો પણ જાણી આવનારી પેઢીઓ પણ તેનાથી પરિચિત થઈ શકે, તેથી હવે બાળકોને ચંદ્રયાન 3 ની સફળતા વિશે શીખવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.ઉત્તરપ્રદેશના પાઠ્ક્રમમાં ચંદ્રયાન 3 ની ગાથા વર્ણાવાની જાહેરાત કરાઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના  માધ્યમિક શિક્ષણ રાજ્ય મંત્રી એવા (સ્વતંત્ર હવાલો) ગુલાબ દેવીએ શૈક્ષણિક અભ્યાસક્રમમાં ચંદ્રયાન 3 ની સફળતાની વાર્તાનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. દેશની આ મહત્વની સિદ્ધિ વિશે વિદ્યાર્થીઓ પુસ્તકોમાં વાંચશે તેમ જણાવ્યું હતું.