Site icon Revoi.in

ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશેઃ ડો.જિતેન્દ્ર સિંહ

Social Share

નવી દિલ્હીઃ ભારતનું સૌથી મોટું મિશન ચંદ્રયાન-3 14 જુલાઈ શુક્રવારે લોંચ થવાનું છે. આ અંગે ખુશ વ્યક્ત કરતા કેન્દ્રીય પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડો.જિતેન્દ્રસિંહે કહ્યું છે કે ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશે. ચંદ્રયાન-3ને શુક્રવારે શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી છોડવામાં આવશે.ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ભારતનું પહેલું મિશન ચંદ્રયાન-1ની સફળતાઓ પર ધ્યાન દોર્યું હતું. તેમણે ચંદ્રયાન-1 મિશનની માહિતી આપતા જણાવ્યું હતું કે ચંદ્રયાન-1એ ચંદ્રના અલગ-અલગ પાસાઓ પર પ્રકાશ નાખ્યું હતું. આ મિશનથી વિશ્વને પહેલી વાર ચંદ્રની સપાટી પર પાણી હોવાના પુરાવા મળ્યા હતા.

ડો.જિતેન્દ્રસિંહે જણાવ્યું કે આખું વિશ્વ ચંદ્રયાન-3 મિશનને ઘણી આશાભરી નજરોથી જોઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ચંદ્રયાન-3 મિશન ચંદ્ર પર એક પગલું અને તેની નજીક જવાનો એક સંકેત છે. આ મિશન એ હકીકત પણ દર્શાવે છે કે ભારત અન્ય દેશોથી પાછળ નથી. ચંદ્રયાન-3એ માત્ર ચંદ્રથી ચંદ્રનું અવલોકન તો કરશે જ. પરંતુ આ ચંદ્રથી પૃથ્વી પર પણ નજર રાખશે. જે આ મિશનની અદભુત વિશેષતા છે. આ સાથે અંતરિક્ષ ક્ષેત્રે ભારતની સફળતા અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી હતી. ડો.સિંહે કહ્યું કે 424 વિદેશી ઉપગ્રહોને અત્યારસુધી ભારતે જ લોંચ કર્યા છે. આમાંથી 389 ઉપગ્રહ આ સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષોમાં લોંચ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઈને કાઉન્ટડાઈન શરુ થઈ ગયું છે.