દિલ્હીઃ- ભારતે ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચ્યો છે ત્યારે હવે ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરે તેનો પ્રથમ પડકાર પાર કર્યો હોવાની ઈસરોએ જાણકારી આપી છે. ચંદ્રયાન-3ના રોવરે ચંદ્રની સપાટી પર પ્રથમ મોટો પડકાર પાર કર્યા બાદ ઈસરોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ લપબહેલા પણ ઈ,સરો સતત અપટેડ આપી રહ્યું છે અગાઉ ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનના ત્રણ ઉદ્દેશ્યોમાંથી બે પૂર્ણ થઈ ગયા છે. ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ચંદ્રયાન-3 મિશનના ત્રણ ઉદ્દેશ્યોમાંથી ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાણનું નિદર્શન પૂર્ણ થયું. રોવર ચંદ્ર પર પરિભ્રમણનું નિદર્શન પૂર્ણ કરે છે
મીડિયા રિપોર્ટ અનુસાર ઈસરોના એક વૈજ્ઞાનિકને માહિતી આપી છે કે રોવર પ્રજ્ઞાને 100 મીમી ઊંડા ખાડાને પાર કરવામાં સફળતા મેળવી છે. ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ની અત્યાર સુધીની પ્રગતિએ સારા પરિણામોની શક્યતા અંગે વિશ્વાસ જગાડ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આવા ઘણા પડકારો આવશે, જેના માટે ઈસરોની ગ્રાઉન્ડ ટીમે મોનિટરિંગ ચાલુ રાખવું પડશે.