Site icon Revoi.in

અંબાજી મંદિરમાં અષાઢ સુદ- 2 (બીજ) થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

Social Share

અંબાજીઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજના દિને માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીની આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. જ્યારે ભાવિકો માતાજીના દર્શન સવારે 8 વાગ્યાથી બપોરે 11.30 વાગ્યા સુધી કરી શકશે. માતાજીને રાજભોગ બાદ બપોરે 12.30થી 4,30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સાંજે 7થી 7.30 વાગ્યે આરતી અને 7.30થી 9 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકાશે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ- 2 ( બીજ) રથયાત્રા મંગળવારને તા.20/06/2023થી આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરતી સવારે- 7.30 થી 8.00, દર્શન સવારે- 8.00 થી  11.30,  મંદિર મંગળ- 11.30 થી 12.00, રાજભોગ આરતી- 12.00 થી 12.30, દર્શન બપોરે- 12.30 થી 16.30, મંદિર મંગળ- 16.30 થી 19.00, આરતી સાંજે- 19.00 થી 19.30 અને દર્શન સાંજે- 19.30 થી 21.00 સુધી કરી શકાશે.

યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રાળું આવી રહ્યા છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ- 2 ( બીજ) રથયાત્રા મંગળવારને તા.20/06/2023થી આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.