લખનૌઃ નવેમ્બર મહિનામાં પણ ઉત્તર પ્રદેશના હવામાનમાં ઘણી વધઘટ જોવા મળે છે. રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે સવારે હળવું ધુમ્મસ અને હળવી ઠંડીનો અહેસાસ થાય છે. તમને જણાવી દઈએ કે યુપીના ઘણા જિલ્લાઓમાં હજુ પણ મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. આમાં કેટલાક ઉતાર-ચઢાવ પણ જોવા મળી રહ્યા છે.
IMD અનુસાર, શુક્રવાર 8 નવેમ્બરે યુપીમાં હવામાન શુષ્ક રહેશે. આ સાથે, સવારે પશ્ચિમ યુપીના તરાઈ વિસ્તારો સાથે પૂર્વીય યુપીના ઘણા જિલ્લાઓમાં હળવું ધુમ્મસ જોવા મળી શકે છે. 9મી નવેમ્બરે પણ રાજ્યમાં હવામાન આવું જ રહેવાની ધારણા છે. યુપીના કેટલાક જિલ્લાઓમાં 10 નવેમ્બરે હળવાથી મધ્યમ ધુમ્મસ જોવા મળી શકે છે. 25 નવેમ્બર બાદ યુપીમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીની શરૂઆત થશે.
ગુજરાત માં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બેવડી ઋતુ રહેશે. વહેલા સવારે અને રાત્રે ઠંડી તો બપોરના સમયે લોકોને ગરમીનો અહેસાસ થશે. ત્યારે આગામી સાત દિવસ અમદાવાદમાં 7 દિવસ સૂકું વાતવરણ રહેવાની સંભાવના છે. આ સાથે રાજ્યમાં તાપમાનમાં પણ આગામી 5 દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ ઉત્તર પૂર્વીય પવનો ફુંકાતા તાપમાનમાં ફેરફાર થઈ શકે છે.
તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજ્યની અલગ અલગ 100 થી વધુ જગ્યાએ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.