- રાજસ્થાનનું વાતાવારણ બન્યું ઠંડુ
- વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદ
- જયપુર સહીતના જીલ્લાઓમાં પડી રહ્યો છે ભારે વરસાદ
જયપુરઃ- હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે, છેલ્લા 2 દિવસથી ઘણા રાજ્યોમાં વાદયછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે રાજસ્થાનમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાથે જ હવે જયપુર સહીતના જીલ્લાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે.
જાણકારી પ્રમાણે રાજસ્થાનના જયપુરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનના કેટલારક વિસ્તારોમાં જોવા મળી રહી છે. કારણે મંગળવારે રાત્રે વરસાદને કારણે હવામાન બદલાયું હતું. આ દરમિયાન સૌથી વધુ 51 મીમી વરસાદ શાહપુરામાં નોંધાયો હતો.
આ સાથે જ હવે હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શાહપુરામાં 51 મીમી, પાવતા 16 મીમી, ડીડવાના 16 મીમી, બિરાટનગર 15 મીમી, થાનાગાજી અને બસ્સી 13 મીમી, શ્રીમાધોપુર 12 મીમી. કોટપુતલી અને માલાખેદમાં નવ-નવ મીમી વરસાદ નોંધાયો છે. આ સહીત ઝુંઝુનુ, કરૌલી, અલવર, સીકર, ચુરુ, હનુમાનગઢ, નાગૌર જિલ્લામાં પણ ઘણી જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે.આ સાથે જ 10-11 નવેમ્બર દરમિયાન તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.