દક્ષિણ ગુજરાતમાં વાતારણમાં પલટો ,હવામાં ઠંડક પ્રસરી, ગાજવીજ સાથે વરસાદ શરુ
- ભરુચ જીલ્લામાં વાતારણમાં પલટો
- હવામાન એકદમ ઠંડુ બન્યું
- ગાજવીજ સાથે વરસાદ શરુ
ભરુચઃ- દેશભરમાં એક તરફ રમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે ગરમી બાદ વાતાવરણમાં આજે બપોરથી અચાનક પલટો આવ્યો છે.વાતાવરણ ઠંડુ બન્યું છે, સુસવાટા સાથે પવન ફૂંકાઈ રહ્યા છે અને અનેક સ્થળો વરસાદ પડી રહ્યો છે જેને લઈને જનતાએ ગરમીમા રાહતના શ્વાસ લીધા છે.ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી હતી કે કેટલાક વિસ્તારોમાં માવઠા પડશે ત્યારે હવામાન વિભાગની આગાહી સાચી પડી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ મંગળવારની બપોરથી જ વાતાવરણ વાદળછાયું બન્યું હતું ત્યાર બાદ બપોર પડતાની સાથે જ વરસાદના ઝાપટાઓ આવવાના શરુ થયા અને ગરમીમાં રાહત મળી આ સાથે જ ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
સુરત, ભરુચ,વડોદરા, વસલાજ સહિતના અનેક વિસ્તારોમાં લરસાદના ઝાપટા પડી રહ્યા છે,ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે.જેને લઈને ગરમીમા એકાએક રાહત મળી છે.જો સુરતની વાત કરીએ બપોરે 12 વાગ્યાથઈ જ કાળઆ વાદળો છવાયા હતા,ખાસ કરીને લિંબાયત સહીતના વરાછા અને મીઠી ખઆડી વિસ્તારમાં બપોરથી જ કમોસમી વરસાદ પડ્યો છે.
જ્યા એક બાજુ જનતાને ગરમીથી રાહત મળી છે તો બીજી બાજુ ખેડૂતોની ચિંતા પણ વધી છે,કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલા પાકને નુકશાન થઈ રહ્યું છે,કેટલાક લોકોએ ઘઉને કાઢીને ખેતરમાં રાખ્યા હોવાથી તેઓના ઘઉં પલળ્યા હોય તેવા પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છએ તો કેટલાક લોકોના પાકને નુકશાન થયું છે.