Site icon Revoi.in

અમદાવાદ સહિત અનેક સ્થળો ઉપર વાતવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેમજ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન સાંજના સમયે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના તલોદમાં પણ આઠ એમએમ જેટલો વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ચાંદખેડા, બોપલ, થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા અને જોધપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે. અમદાવાદ શહેરના પશ્ચિમની સાથે પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મુંબઈ અને ગુજરાત વચ્ચે મેચ રમાવાની હતી. જો કે, કમોસમી વરસાદને પગલે વરસાદે વિઘ્ન સર્જ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આજે વાતાવરણમાં અચાલક પલટો આવ્યો હતો. તેમજ ધૂળની ડમરી સાથે ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન ડીસા, દિયોદર, લાખણી, થરાદ, વાવ સહિતના વિસ્તારમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં પણ વાતવરણમાં પલટો આવ્યો હતો. તેમજ કેટલાક સ્થળો ઉપર હળવો વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ સાંપડી રહ્યાં છે. દરમિયાન અમદાવાદમાં સાંજના સમયે વાતાવરણમાં અચાકન પલટો આવ્યો હતો. તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં હતા. એટલું જ નહીં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં આવેલા પલટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તેમજ લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે.