Site icon Revoi.in

ચોટિલામાં ચામુંડા માતાજીનાઆરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ચોટિલામાં આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર ઉપર માતાજીનાં મંદિરે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ વગેરે તહેવાર નિમિતે ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોવાથી તા.2/11/2024 થી તા.6/11/2024 સુધી ડુંગર પર જવા માટે પગથિયાનો દ્વાર વહેલી સવારે 4:00 વાગ્યે ખૂલી જશે. અને સવારની આરતીનો સમય 04:30 વાગ્યાનો રહેશે. માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચામુંડા માતાજી મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ કારતક સુદ છઠ (7/11/2024)થી કારતક સુદ 14 (14/11/2024) સુધી પગથીયાનો દ્વાર સવારે 4:30 વાગ્યે ખુલશે તથા સવારની આરતી 5:00 વાગ્યે થશે. જયારે દર પૂનમના દિવસે પગથિયાનો દ્વાર વહેલી સવારે 2:30 વાગ્યે ખૂલી જશે, અને સવારની આરતી 3:00 વાગ્યે થશે. જયારે સંધ્યા આરતીનો સમય દરરોજ રાબેતા મુજબ સૂર્યાસ્તનો રહેશે. જયારે મંદિરના ભોજનલયમાં ભોજન-પ્રસાદનો સમય રાબેતા મુજબ બપોરે 11:00થી 2:00 રહેશે.

ચોટીલામાં ઐતિહાસિક ડુંગર આવેલો છે. જેની પર માં ચામુંડા બીરાજમાન છે. અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને ડુંગર પર દર્શનાર્થે ભક્તો જાય છે. આ મંદિરમાં સમગ્ર ભારતભરમાંથી લોકો દર્શન અર્થે આવતા હોય છે.