Site icon Revoi.in

ભારતીય લોકોના જીવનમાં આવી રહ્યો છે બદલાવ, જાણો તે શું છે?

Social Share

ભારતમાં સ્ત્રી અને પુરુષનું જીવન સ્તર તો સુધર્યું છે તેવી વાતો અનેક લોકોના મોઢેથી સાંભળી હશે પણ હવે તેને લઈને રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે સાચેમાં ભારતીયોની ઉંમરમાં વધારો થયો છે એટલે કે દરેક ભારતીય હવે પહેલા કરતા વધારે જીવી રહ્યો છે.

SRSનો Abridged Life Table 2015-19નો રિપોર્ટ હાલમાં જાહેર થયો છે. જેમાં સામે આવ્યું છે કે ભારતીયોના જીવન જીવવાની ઉંમર 69.7 વર્ષ થઇ છે, એટલેકે હવે દરેક ભારતીયની સરેરાશ ઉંમર 69 વર્ષ 7 મહિના થઇ છે.

આ રિપોર્ટમાં એવુ પણ સામે આવ્યું છે કે પુરૂષોની સરખામણીએ મહિલાઓ અઢી વર્ષ વધુ જીવે છે. દેશમાં પુરૂષોની સરેરાશ ઉંમર 68 વર્ષ 4 મહિના છે. જ્યારે મહિલાઓની સરેરાશ ઉંમર 71 વર્ષ 1 મહિના છે. તો ગ્રામ્ય લોકોની તુલનામાં શહેરના નાગરિકોની ઉંમર વધારે છે. શહેરમાં રહેતા લોકોની સરેરાશ ઉંમર જ્યા 73 વર્ષ છે, તો ગામમાં રહેતા લોકોની ઉંમર 68 વર્ષ 3 મહિના છે.

ઉલ્લેખનીય છે કે રિપોર્ટ મુજબ, સૌથી વધારે સરેરાશ ઉંમર દિલ્હીના લોકોની છે. અહીંના લોકોની સરેરાશ ઉંમર 75 વર્ષ 9 મહિના છે. તો સૌથી ઓછી ઉંમર છત્તીસગઢની છે. જ્યાં લોકો 65 વર્ષ 3 મહિના જીવે છે. દિલ્હી બાદ કેરળનો નંબર છે, જ્યા લોકોની સરેરાશ ઉંમર સૌથી વધારે છે. કેરળના લોકોની સરેરાશ ઉંમર 75 વર્ષ 2 મહિના છે.