ગરમીમાં ખોરાકમાં ફેરફાર થવાથી પેટમાં થાય છે ગરબડ..તો આ વસ્તુઓનો કરો ઉપયોગ
- મેથીનું સેવન સુરગને નિયંત્રણમાં રાખે છે
- વાના કારણે થતો સાંધાના દુખાડામાં મેથીનું સેવન કરવાથી રાહત મળે છે
- મેથીનું સેવન પેટમાં થતો દુખાવો મટાડે છે
સુકી અને લીલી મેથી આપણા ભોજનના સ્વાદને બમણો કરવાની સાથે સાથે આપણા આરોગ્યને ઘણો ફાયદો કરે છે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં જો જરા પણ તીખું કે તળેલું ખાધુ હોય તો તરત જ પેટની ગરબડ થી જાય છે આવી સ્થિતિમાં 6 થી 8 નંગ મેથીના દાણાને પાણી સાથએ ગળી જવાથી ઘણો ફાયદો થાય છે
મેથીના દાણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને જસત જેવા ઘણા પ્રકારના ખનીજ હોય છે.આ સાથે જ, મેથીના દાણા ઘણા વિટામિન્સ અને આવશ્યક પોષક તત્વોનો સમાયેલા હોય છે. જેમાં વિટામિન બી 6, વિટામિન એ, વિટામિન સી, ફોલિક એસિડ, થાઇમિન, રાયબોફ્લેવિન અને નિયાસિન વગેરે શામેલ છે.મેથીમાં ઘણા ફાયદાકારક ફાયટોન્યુટ્રિએન્ટ્સ છે.
આ સાથે જ મેથી હરદળ મીઠું અને તેમાં અજમો મિક્સ કરીને પીવાથી પેટનો દુખાવ ોદૂર થાય છે અને અપચાની સમસ્યા મટે છે
જો વધુ પેટમાં દુખતું હોય તો લીબુંનો રસએક ચમચી લો તેમાં અડધી ચમચી સંચળ ્ને પા ચમચી મરીનો પાવડર એડ કરીને એક કપ પાણીમાં મિક્સ કરીને પીલો આમ કરવાથઈ ગેસ તરત નીકળી જાય છે અને પેટનો ફુલાવો પણ ઓછો થાય છે.
જો તમને ખૂબ જ એસિડિટી હોય તો તમે 5 થી 6 નંગ આખા મરીના દાણા ગળી જાવ તો પણ તમને પેટમાં રાહત મળશે
જો પેટ ખરાબ થવાના કારણે ઝાડા થી ગયા હોય તો પાણીમાં કોફી પાવડર મુક્સ કરીને પી જાવો, અથવા તો દૂધમાં કાચુકસ્ટર મિક્સ કરીને પી જાઓ એક કલાકની અંદર ઝાડા બંઘ થી જશે