મંત્રોમાં ખૂબ શક્તિ હોય છે. એક સામાન્ય વ્યક્તિ કોઈ ભાવનાથી મંત્ર જાપ કરે છે પરંતુ સાધક માટે મંત્ર જાપ માટે કેટલાક નિયમો હોય છે. જો આધ્યાત્મિક પ્રગતિ કરવા ઈચ્છો છો તો કેટલાક નિયમોનું પાલન કરવું જરુરી છે. આ નિયમોમાં સમય, જગ્યા અને વસ્ત્ર વગેરેનું ધ્યાન રાખવાનું જરુરી હોય છે. આજના આ લેખમાં કેટલાક પાવરફુલ મંત્રો વિશે વાત કરવામાં આવી છે જે તમારી આધ્યાત્મિક પ્રગતિ, ઉર્જામાં વધારો કરશે.
આવામાં જો વાત કરવામાં આવે આ મંત્રોની યોગ્ય સમયે કરવાની જેમ કે નવરાત્રીના દિવસોમાં તો, નવરાત્રીના 9 દિવસો સામાન્ય દિવસો કરતા વધુ ઉર્જાથી ભરેલા હોય છે. એટલે આ નવ દિવસોમાં દરેક લોકોએ 9 દિવસ સાધના કરી લાભ લેવો જોઈએ. સાધકોનું માનવું છે કે આ દિવસોમાં પુરી ઉર્જા અને એકચિત્ત થઈ મંત્ર જાપ સાધના કરવામાં આવે તો તમે સરળતાથી બ્રહ્માંડની શક્તિઓને પ્રાપ્ત કરી શકો છે.
પહેલો મંત્ર છે, ॐ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता।नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
આ પછી બીજો મંત્ર છે, ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।
મંત્ર જાપના સમયે કોશિશ કરો કે તમે ધ્યાનની અવસ્થામાં રહો, તમારુ મન ક્યાંય ભટકાવશો નહીં. પરંતુ એક વાત છે કે મંત્રોનુ ઉચ્ચારણ સાચું હોવું જોઈએ.