ભગવાન શિવની કૃપા મેળવવા માટે આ શિવ મંત્રોનો કરો જાપ
- ભગવાન શિવના આશીર્વાદ મેળવા છે ?
- આ શિવ મંત્રોનો કરો જાપ
- જીવનની પરેશાનીઓ થશે દૂર
હિંદુ ધર્મમાં લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પોત-પોતાની માન્યતાઓ અનુસાર અલગ-અલગ કાર્યો કરે છે.આ દરમિયાન ભગવાન શિવના ભક્તો ઉપવાસથી લઈને શિવ મંત્રના જાપ સુધી બધું જ કરે છે.આમ કરવાથી જીવનના તમામ દુષણો દૂર થાય છે. ભગવાન શિવને અનિષ્ટનો નાશ કરનાર માનવામાં આવે છે. લોકો સકારાત્મકતા અને આંતરિક શક્તિ માટે શિવની પ્રાર્થના અને મંત્રોનો જાપ કરે છે. તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના શિવ મંત્રોનો જાપ કરી શકો છો.
ઓમ નમઃ શિવાય
આ પંચાક્ષરી શિવ મંત્ર છે જે સૌથી લોકપ્રિય શિવ મંત્રોમાંનો એક છે. ઓમ નમઃ શિવાય એટલે હું ભગવાન શિવને નમન કરું છું. એવું માનવામાં આવે છે કે જો તમે દિવસમાં 108 વાર આ મંત્રનો જાપ કરો છો તો તમે તમારી આત્માને તમામ પાપોમાંથી મુક્ત કરી શકો છો. આ મંત્ર તમને શાંત રહેવામાં પણ મદદ કરે છે.
ૐ ત્રયમ્બકં યજામહે સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ઉર્વારૂકમિવ બન્ધનામ્ મૃત્યોર્મુક્ષીયમામૃતાત્
આ મહા મૃત્યુંજય મંત્ર છે જે ભયને દૂર કરવામાં મદદ કરે છે. અકાળ મૃત્યુથી બચવા માટે તમે આ મંત્રનો જાપ પણ કરી શકો છો. ઘણા અભ્યાસો અનુસાર, આ મંત્ર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.આ મંત્રનો પાઠ કરવાનો અર્થ એ છે કે,તમે ભગવાન શિવને તમારું પાલનપોષણ કરવા, તમને સારું સ્વાસ્થ્ય આપવા અને તમને પ્રેરણા આપવા માટે કહી રહ્યાં છો.તેનો અર્થ એ પણ છે કે તમે ભગવાન શિવને તમને આસક્તિ અને મૃત્યુથી મુક્ત કરવા માટે કહી રહ્યા છો.
ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ
આ મંત્ર રુદ્ર મંત્ર છે જેનો અર્થ છે હું રુદ્રને નમન કરું છું, જે ભગવાન શિવ છે. ભગવાન શિવની કૃપા મેળવવા માટે તમારે તેનો પાઠ કરવો જોઈએ.આ મંત્ર તમારી દરેક મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે.એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ જીવનમાં તમામ ઇચ્છિત ઇચ્છાઓને પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે. તમે આ બધા મંત્રોનો યોગ્ય રીતે જાપ કરો નહીંતર તે તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે.
આ રીતે મંત્રનો જાપ કરો
તમે વહેલી સવારે સ્નાન કરો અને પછી શિવ મંદિરની મુલાકાત લો.
મંદિરમાં શિવલિંગ પાસે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કરો.
મધ, પાણી અને દૂધ સાથે મંદિરમાં જાઓ.મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર અર્પણ કરો.
ભગવાન શિવને ફૂલ, ફળ, બેલના પાન અને ધતુરા અર્પણ કરો. આ વસ્તુઓ ભગવાન શિવને પ્રિય છે.
દીવો પ્રગટાવો અને શિવ ચાલીસાનો પાઠ કરો.
અંતમાં શિવ આરતીનો પાઠ કરો.