દેશમાં અત્યારે ગણેશ ચતુર્થીને લઈને જોરદાર માહોલ છે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો ખુબ મોટા તહેવારની જેમ આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જે લોકો પોતાના ઘરમાં પણ ગણપતિ બાપ્પાનું સ્થાપન કરે છે તેમણે આ જાણકારી જરૂરથી જાણવી જોઈએ.
શુભ મુહૂર્તમાં ગણપતિજીની જગ્યા કરવાથી બાપ્પા વ્યક્તિની દરેક વિઘ્નો દૂર કરે છે. ઘર કે મંદિરમાં ગણપતિજીની સ્થાપના સમયે આ મંત્રનો જાપ કરો. अस्य प्राण प्रतिषठन्तु अस्य प्राणा: क्षरंतु च। श्री गणपते त्वम सुप्रतिष्ठ वरदे भवेताम।।
પંચાંગ અનુસાર, ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. આ વખતે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર 2022ના રોજ છે. આ દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.
બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર કરવામાં આવે છે. ઘરોમાં સ્થાપના કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.