Site icon Revoi.in

ગુજરાત યુનિ.માં બબાલ: દીવાલ પર ‘બિસ્મિલ્લાહ અલ રહમાન અલ રહીમ’ લખીને બનાવી દીધી ખુલ્લી મસ્જિદ, સવાલ કરતા અફઘાન વિદ્યાર્થીએ માર્યો લાફો!

Social Share

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. તેના કારણે એ બ્લોકના રૂમ નંબર-23માં લેપટોપ, એસી યૂનિટ અને અન્ય સામાનને નુકશાન પહોંચ્યું. તેની સાથે જ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા. તેને લઈને હોસ્ટેલના સુરક્ષાકર્મીઓની ફરિયાદ બાદ પોલીસે મામલો નોંધ્યો છે.

યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાનિસ્તાન, આફ્રિકા, શ્રીલંકા અને અન્ય દેશોના લગભગ 300 વિદ્યાર્થીઓ રહે છે. તેમાંથી 75ને એ બ્લોકમાં રાખવામાં આવ્યા છે. 16 માર્ચ, 2024ના રોજ તેમાથી કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલના મેદાનમાં ખુલ્લી જગ્યા પર નમાજ પઢી રહ્યા હતા. તે દરમિયાન લગભગ 25 હિંદુ વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો અને કોઈ જાહેર સ્થાન, મસ્જિદ અને મદરસામાં જવા માટે જણાવ્યું હતું.

તેના જવાબમાં હારુન અફઘાની નામના એક અફઘાની વિદ્યરાથીએ આગળ આવીને એક હિંદુ યુવકને થપ્પડ મારી હતી. તેના પછી વિવાદ ઘર્ષણમાં ફેરવાયો હતો. ઘર્ષણ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો અને રૂમોમાં તોડફોડ પણ કરવામાં આવી. આ ઘર્ષણમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે. ઘટના રાત્રે લગભગ 10 વાગ્યાની હોવાનું જણાવાય રહ્યું છે.

પોલીસે કહ્યું છે કે બે વિદેશી વિદ્યાર્થીઓ- એક શ્રીલંકાનો અને બીજો કઝાકિસ્તાનનો- વિવાદમાં ઘાયલ થયા હતા. સિટી પોલીસ કમિશનરે કહ્યુ છે કે ઘટનાની દશ મિનિટની અંદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે નિર્માણયક થપ્પડ સહીત ઘર્ષણને કેદ કરતા વિભિન્ન વીડિયોની હાલ તપાસ ચાલી રહી છે.

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિકે કહ્યુ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં લગભગ 300 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને લગભગ 75 વિદ્યાર્થીઓ એ બ્લોકમાં રહે છે. ગઈકાલ રાત્રે લગભગ સાડા દશ વાગ્યે વિદ્યાર્થીઓનું એક જૂથ નમાજ પઢી રહ્યું હતું. લગભગ 20થી 25 લોકો આવ્યા અને તેમને પુછયું કે તેઓ અહીં નમાજ શા માટે પઢી રહ્યા છે, તેમને મસ્જિદમાં જઈને નમાજ પઢવી જોઈએ. તે દરમિયાન તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી.

તેમણે કહ્યુ કે બોલાચાલી ઘર્ષણમાં ફેરવાય, પથ્થરમારો થયો અને બહારથી આવેલા લોકોએ તેમના રૂમોમાં તોડફોડ કરી. પોલીસ તાતાક્લિક કાર્વાહી કરીને 20થી 25 લોકો સામે એફઆઈઆર નોંધી છે. તેમાં સામેલ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે. બંને વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન ઉજાગર થયું છે કે તાજેતરમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા એક દીવાલ અને મંચને ખુલ્લી મસ્જિદ તરીકે ગેરકાયદેસર રીતે વાપરવામાં આવતા હતા. દીવાલ પર અરબી લિપિમાં બિસ્મિલ્લાહ અલ રહમાન અલ રહીમ લખેલું હતું. અહીં વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં દિવસમાં પાંચ વાર નામ જ પઢવામાં આવતી હતી.

કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ ઘટનામાં સામેલ વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું છે. ઓવૈસીએ વિદેશી વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણથી વીડિયો શેયર કર્યો છે, જેનાથી કોમવાદી માહોલ ગરમાયો છે. કોંગ્રેસને ભૂતપૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓના પક્ષમાં નિવેદન આપ્યું છે.

આ ઘટના બાદ યુનિવર્સિટીના કુલપતિ સાથે એસીપી અને ડીસીપી સ્તરના અધિકારી ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ પહોંચ્યા. તેના સિવાય ઘટનાની તપાસ માટે નવ તપાસ ટીમો બનાવવામાં આવી છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીએ આ મામલાને લઈને રાજ્ય સર્કિટ હાઉસમાં પોલીસ કમિશનર સાથે એક બેઠક કરી છે.

વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કહ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓ સાથે ગઈકાલે રાત્રે થયેલી ઘટના પર એબીવીપી ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માગણી કરે છે. કેમ્પસમાં આ પ્રકારની ઘટનાઓ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે. અમે યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ કડક સુરક્ષા વ્યવસ્થાની માગણી કરીએ છીએ.

બજરંગદળના ગુજરાત એકમે પોતના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું છે કે પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટનાની સચ્ચાઈ જોવી જોઈએ. કેડરોની સાથે ગાર્ડ (કેમ્પસના સુરક્ષા ગાર્ડ) પણ હતા અને તેમણે નમાજીઓને જાહેસ્થાનો પર નમાજ પઢવાથી રોકવાની કોશિશ કરી હતી. નમાજીઓએ ઉગ્ર થઈને હુમલો કર્યો, તો હિંદુ સમાજે પોતાની પ્રતિક્રિયા આપી અને આગળ પણ આપતા રહેશે.