Site icon Revoi.in

અયોધ્યામાં ખોદકામ દરમિયાન મળ્યા સીતા રસોઈના સ્થળે ચરણ પાદુકા, વાસણો અને અન્ય વસ્તુઓ

Social Share

અયોધ્યા: ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યા ખાતે મંદિર હોવાના વધુ એક પુરાવા સામે આવ્યા છે, વિવાદ તો હવે પૂરો થયો છે. પરંતુ પ્રમાણ મળવાના હજુ શરૂ જ છે.

ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર જ્યાં બનવાનું છે. એ અયોધ્યા ખાતેના રામજન્મ ભૂમિ પરિસરમાં ખોદકામ દરમિયાન સીતા રસોઈનું જે સ્થળ માનવામાં આવે છે. ત્યાં ચરણપાદુકા, માટીના રસોઈ બનાવવાના વાસણો, મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. જે મંદિરમાં ઉપયોગમાં લેવાતી રહી હોઈ શકે છે.

ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓમાં લાકડાના ચરણપાદુકા, માટીના વાસણોનો સમાવેશ સાથ છે.સાથો-સાથ સંખ્યાબંધ નાની અને મોટી મૂર્તિઓ પણ મળી છે.

જો કે ઈતિહાસકાર દ્વારા હાલમાં એવા પણ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે મંદિરના નિર્માણ કામ દરમિયાન ભગવાન શ્રી રામના અસ્તિત્વ બતાવતી અનેક વસ્તુઓ મળી શકે છે. અયોધ્યાના લોકો તથા ભારતભરના લોકોની અયોધ્યાના રામમંદિર સાથે લાગણી જોડાયેલી છે. ભારતમાં રામમંદિર બનાવવા બાબતે સુપ્રીમ કોર્ટમાં ખુબ લાંબો સમય કેસ ચાલ્યો હતો અને આખરે રામમંદિર નિર્માણના પક્ષમાં નિર્ણય આવતા, દેશભરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ રામમંદિર નિર્માણ માટે કરોડોની રકમ લોકો દ્વારા દાન પણ કરવામાં આવી છે.

ભારતમાં તથા વિદેશમાં રહેતા ભારતીયો આતુરતાથી રામમંદિરના નિર્માણની રાહ જોઈ રહ્યા છે અને ભારતમાં ખાસ કરીને અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ તે ભારતીયોની ભગવાન શ્રી રામ પ્રત્યેની આસ્થા, શ્રધ્ધા અને લાગણીને વધારે મજબૂત કરશે.

-દેવાંશી