Site icon Revoi.in

પંજાબના 17 માં મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્ની આજરોજ 11 વાગ્યે શપથ લેશે

Social Share

ચંદિગઢઃછેલ્લા 2 દિવસોથી પંજાબના રાજકરણમાં ઉછલપાથલ જોવા મળી રહી હતી, કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબની જવાબદારી મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીને સોંપવામાં આવી છે. ચન્ની આજરોજ સોમવારે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત હશે કે જ્યારે કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે દલિત ચહેરા પર દાવ રમ્યો છે આની સાથે જ કોંગ્રેસે માત્ર વિપક્ષી દળોની રણનીતિમાં એક કદમ આગળ ચાલી છે આ સાથે જ રાજ્યની દલિત વસ્તીને સંતોષવાનું કાર્ય કર્યું છે.

સીએમની રેસમાં આગળ જોવા મળી રહેલા અંબિકા સોની, સુનીલ જાખર અને સુખજિંદર સિંહ રંધાવાને પાછળ છોડી દેતા હરીશ રાવતે મુખ્યમંત્રી તરીકે ચમકૌર સાહિબના ધારાસભ્ય ચરણજીત ચન્નીનું નામ અચાનક ટ્વિટ કરીનેસૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા, જેઓ રેસમાં આગળ હતા. આ સાથે તે દાવેદારોના ચહેરા પણ બતાશ થયા હતા જેઓ બપોરથી જ સીએમના પદની દાવેદારી નક્ક ીથવાની પોતાની આશ લગાવી બેઠા હતા.

બીજી રીતે જોવા જઈએ તો  નવજોત સિદ્ધુ પોતે પણ મુખ્યમંત્રીની રેસમાં સામેલ હતા પરંતુ પાર્ટીના પ્રભારી હરીશ રાવતે એમ કહીને તેમને શાંત કર્યા કે તમે વડા છો. તમારી ઉપર મોટી જવાબદારી છે. નામ પર મહોર લગાવ્યા બાદ, ચન્ની રવિવારે સાંજે 6.30 વાગ્યે રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા અને તેમણે મુખ્યમંત્રી તરીકે ધારાસભ્ય પક્ષના સમર્થનનો પત્ર રાજ્યપાલને આપ્યો.ત્યારે હવે આજરોજ 11 વાગ્યે નવા બનેલા નુખ્યમંત્રીનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે.

58 વર્ષીય ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી બનશે. ટોચના પદ માટે નામાંકિત થયા પહેલા કેપ્ટન કેબિનેટમાં રાજ્યના ટેકનિકલ શિક્ષણ મંત્રી હતા. તેઓ ચમકૌર સાહિબ મતવિસ્તારમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ચન્ની 2015 થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા અને માર્ચ 2017 માં કેપ્ટન અમરિંદર સિંહ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા.