- ચારધામના ત્રાળુઓની નોંધણી રેકોર્ડ સ્તરે
- અત્યાર સુધીમાં 35.5 લાખ લોકોએ કરાવી નોંધણી
દહેરાદૂન- દેશભરમાંથી શ્રદ્ધાળુંઓ ચારધામની યાત્રા માટે આવતા હોય છે જો કે દર વર્ષ કરતા આ વર્ષે યાત્રીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી છે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવનાર યાત્રાળુઓએ આ વખતે નવો રેકોર્ડ બનાવ્યો છે.
છેલ્લા બે મહિનામાં રજીસ્ટ્રેશનની સંખ્યા વર્ષ 2019માં આવેલા ભક્તો કરતાં પણ બમણી સંખ્યા પર પહોંચી છે. હવે આ યાત્રા વધુ ચાર મહિના ચાલશે. હાલમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યાને જોતા સરકારને આ વખતે 40 લાખ શ્રદ્ધાળુઓ આવવાની આશા સેવી છે. જે એક નવો રેકોર્ડ હશે.
જો વર્ષ 2019ની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન ચારધામ યાત્રામાં 34 લાખથી વધુ શ્રદ્ધાળુઓના આગમન સાથે રેકોર્ડ સર્જાયો હતો. આ પછી, કોવિડ મહામારીને કારણે વર્ષ 2020 અને 2021 માં ચારધામ યાત્રા બંધ રાખવામાં આવી હતી.
પર્યટન વિભાગના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં ચારધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની નોંધણીનો આંકડો 35.5 લાખ સુધી પહોંચી ગયો છે. જેમાં 26 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામના દર્શન કરી ચુક્યા છે.
ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રિકો આવવાના કારણે સરકાર સામે પણ પડકાર હતો. યાત્રા કોઈપણ અડચણ વગર ચાલે તે માટે સરકારે ઘણા પ્રયત્નો કર્યા હતા. કેદારનાથ ધામમાં એક દિવસમાં શ્રદ્ધાળુઓની ક્ષમતા લગભગ 15 હજાર છે. શરૂઆતમાં 25 હજાર જેટલા મુસાફરો પહોંચ્યા હતા. ચારધામ યાત્રા આ વખતે નવો રેકોર્ડ બનાવી રહી છે.આ સાથે જ યુવા વર્ગની સંખ્યા પણ હવે વધી છે,સમોટા ભાગના યુવાનો કેદારનાથ તરફ વધુ વળી રહ્યા છે.આ વર્ષ દરમિયાન યાત્માં ભારે ભીડ જોવા મળી છે