નવી દિલ્હીઃ ચારધામ યાત્રા પર દેશ અને દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે હવે વાહનવ્યવહારનું આયોજન કરવામાં આવ્યું છે. ચારધામ યાત્રાના તમામ માર્ગો ખુલ્લા છે પરંતુ યમુનોત્રી ધામ યાત્રા રૂટ પર જતા વાહનો માટે બાયપાસ માર્ગ નથી. હવે રાત્રિથી સવાર સુધી વાહનો નહીં ચાલે. ડીજીપીએ એડવાઈઝરી જાહેર કરી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
- ચારધામ યાત્રા પર આવનારાઓ માટે એડવાઈઝરી
ટ્રાફિકના કારણે, વાહનોને મુસાફરી માર્ગના મુખ્ય સ્ટોપ પર રોકવામાં આવે છે અને ચોક્કસ સ્થળ પર છોડવામાં આવે છે. શ્રી ગંગોત્રી ધામ યાત્રા રૂટ પર પરત ફરતી વખતે, લેખલા પુલથી શ્રી કેદારનાથ જતા ટ્રાફિકને લાંબગાંવ અને ઋષિકેશ તરફ ડાઈવર્ઝન આપવામાં આવયું છે.
ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોની સુવિધા, સહકાર અને માર્ગદર્શન માટે વિવિધ માધ્યમોથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પોલીસે ગંગોત્રી અને યમુનોત્રી ધામ જનારા શ્રદ્ધાળુઓને ત્યાં ભારે ભીડને કારણે તેમના અનુકૂળ સ્થળોએ આરામ કરવાની અપીલ કરી છે. શ્રદ્ધાળુઓને જરૂરી દવાઓ, ગરમ કપડાં અને રેઈન કોટ સાથે રાખવાની સલાહ અપાઈ છે.
- કયા ધામમાં કેવું વાતાવરણ
ચારેય ધામોમાં વરસાદની સંભાવના છે. ઉત્તરકાશી જિલ્લામાં આવેલાં યમુનોત્રી ધામમાં વરસાદની સંભાવના છે. ગંગોત્રી ધામમાં વાદળછાયું વાતાવરણ છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ ધામમાં હળવો વરસાદ છે. ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ ધામમાં વરસાદની સંભાવના છે. ચારધામ યાત્રાના રૂટમાં હવામાન સામાન્ય છે. કેટલીક જગ્યાએ વરસાદની પડવાની શક્યતા છે.
પ્રવાસન પોલીસ કેન્દ્રએ માહિતી આપતા જણાવ્યું છે કે, ચારધામ યાત્રાના રૂટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. PA સિસ્ટમ અને QR કોડથી યાત્રીઓને રૂટ, પાર્કિંગ, હવામાન, રોડ બ્લોકેજ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. યાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ ફ્લેક્સ બોર્ડ લગાવવામાં આવ્યા છે.
- ચાર ધામમાં 33 હજાર ભક્તો રોકાયા છે
ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત યમુનોત્રી ધામમાં 500 શ્રદ્ધાળુઓ રોકાયા છે તો ગંગોત્રી ધામમાં 4000થી 5000 શ્રદ્ધાળુઓ રોકાયા છે. રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ ધામમાં 20000 શ્રદ્ધાળુઓ રોકાયા છે તો ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ ધામમાં 7500 શ્રદ્ધાળુઓ રોકાયા છે.