1. Home
  2. ગુજરાતી
  3. ચારધામ યાત્રાઃ યાત્રિકોની સંખ્યામાં વધારો,જાણો હવે દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે
ચારધામ યાત્રાઃ યાત્રિકોની સંખ્યામાં વધારો,જાણો હવે દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે

ચારધામ યાત્રાઃ યાત્રિકોની સંખ્યામાં વધારો,જાણો હવે દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે

0
Social Share
  • ચારધામ યાત્રા: યાત્રિકોની સંખ્યામાં વધારો
  • જાણો હવે દરરોજ કેટલા ભક્તો કરી શકશે દર્શન
  • કોરોનાને કારણે બે વર્ષથી બંધ હતી આ યાત્રા

દહેરાદુન:ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં આવનારા ભક્તોની ભારે ભીડને જોતા દરેક ધામમાં દરરોજ દર્શન માટે અગાઉથી નિર્ધારિત મહત્તમ સંખ્યામાં એક હજારનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઉચ્ચ ગઢવાલ હિમાલયમાં સ્થિત ચાર ધામ-બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં હવે પહેલા કરતા દરરોજ એક હજાર વધુ શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શન કરી શકશે. હાલમાં આ વ્યવસ્થા ટ્રાવેલ સીઝનના પ્રથમ 45 દિવસ માટે કરવામાં આવી છે.

અધિકારીઓએ બુધવારે અહીં જણાવ્યું હતું કે,સરકારે આ સંબંધમાં પોતાના અગાઉના આદેશમાં સુધારો કરીને બદ્રીનાથના દર્શન માટે પ્રતિદિન 16000, કેદારનાથ માટે 13000, ગંગોત્રી માટે 8000 અને યમુનોત્રી માટે 5000 શ્રદ્ધાળુઓની સંખ્યા નક્કી કરી છે.અગાઉ આ મર્યાદા બદ્રીનાથ માટે 15,000 પ્રતિ દિવસ, કેદારનાથ માટે 12,000, ગંગોત્રી માટે 7,000 અને યમુનોત્રી માટે 4000 હતી.

કોવિડ-19ના કારણે છેલ્લા બે વર્ષથી અવરોધાયેલી ચારધામ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પ્રતિદિન દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો કરવા વહીવટીતંત્રને સૂચના આપી હતી.ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 3 મેના રોજ ખોલવામાં આવ્યા હતા, જ્યારે કેદારનાથના દરવાજા 6 મે અને બદ્રીનાથના દરવાજા 8 મેના રોજ ખુલ્યા હતા.સત્તાવાર આંકડાઓ અનુસાર, 9 મે સુધી 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામની મુલાકાત લીધી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code