- વરસાદના કારણે ચારધામ યાત્રા માં વિઘ્ન
- કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયોગમાં રોકવામાં આવ્યા
દહેરાદૂનઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વાતાવરણ વરસાદ છાયું જોવા મળી રહ્યું છએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના ઝાપટા આપી રહ્યા છે બીજી તરફ ઉત્તરખંડમાં વરસાદના કારણે હવામાન બગડ્યું છે તો બીજી તરફ ચારધઆમના યાત્રીઓની યાત્રામાં વિઘ્ન આવ્યું છે,બરફ વર્ષાના કારણે યાત્રીઓને રોકવામાં આવી રહ્યા છે.
ઉત્તરાખંડમાં આજે ચારધામ યાત્રામાં હાલાકી વેઠવાનો પ્રસાવીઓનો વારો આવ્યો છે સોનપ્રયાગથી સવારે 11 વાગ્યા સુધી 6 હજાર 48 મુસાફરો કેદારનાથ ધામ માટે રવાના થયા છે. જો કે ભારે વરસાદને કારણે યાત્રીઓને આગળ જતા અટકાવવામાં આવ્યા હતા. સાથે જ વરસાદ અને હિમવર્ષાના કારણે ધામમાં કડકડતી ઠંડીનો પ્રકોપ પણ વર્તાઈ રહ્યો છે એહીના લોકો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છએ વપસાદની સાથે સાથે ઠંડી પણ જોવા મળી છે.
જો કે વરસાદ અને હિમવર્બષઆ હોવા છત્તા ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે
બદ્રીનાથ ધામમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. તે જ સમયે, ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જો કે, યાત્રા સરળતાથી ચાલી રહી છે.માત્ર કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રાગમાં રોકવામાં આવ્યા છે.
બીજી તરફ જો ગંગોત્રી યાત્રાની વાત કરીએ તો ગંગોત્રી અને યમુનોત્રી સહિત યમુના ઘાટીમાં પણ સતત વરસાદ ચાલુ છે. આ સાથે જ ઉંચા સ્થળોએ હિમવર્ષા થઈ રહી છે. યમુનોત્રી ધામના છેલ્લા મુખ્ય સ્થળ જાનકીચટ્ટી યમુનોત્રી ધામ પદયાત્રી માર્ગ પર મુશળધાર વરસાદ વચ્ચે યાત્રીઓ જોખમી અવરજવર કરી રહ્યા છે. બીજી તરફ ગંગોત્રી હાઈવે પર બંદરકોટ પાસે પહાડી પરથી પથ્થરો ઘસી આવતા જોવા મળ્યા છે.છત્તા પણ યાત્રીઓએ યાત્રા ચાલુ રાખી છે પરંતુ જો આ સ્થિતિ વઘુ કથળશે તો યાત્રીઓએ હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.