દહેરાદૂનઃ દરવર્ષે ચારઘામ યાત્રા કરનારાઓની સંખ્યામાં વઘારો નોંઘાતો જઈ રહ્યો છે હવે યુવાઓ પણ ચારઘામ યાત્રામાં પરસ ગાખવી રહ્યા છે જેને પરિણામે આ વર્ષ દરમિયાનની ચારઘામ યાત્રાના યાત્રીઓની સંખઅયા રેકોર્ડ સ્ચરે નોંઘાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચારધામ યાત્રાના ભક્તોએ નવો ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત યાત્રા દરમિયાન દર્શન કરનાર ભક્તોની સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ છે. યાત્રા તેના અંતિમ તબક્કામાં છે ત્યારે હાલ પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે
હાલ પણ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. આ વખતે ચારધામ યાત્રા 22મી એપ્રિલથી શરૂ થઈ છે. યાત્રાની શરૂઆતમાં યાત્રિકોનો ઉત્સાહ જોઈને સરકારને આશા હતી કે આ વખતે ચારધામ યાત્રા એક નવો ઈતિહાસ રચશે અને સરકારની આશઆ સાચી સાબિત થઈ રહી છે
જાણકારી અનુસાર આ મહિનાની વાત કરીએ તો 5 ઓક્ટોબરે મુલાકાત લેનારા યાત્રિકોની સંખ્યાએ ગયા વર્ષના યાત્રાનો રેકોર્ડ તોડ્યો હતો. બદ્રીનાથ ધામમાં હિમવર્ષા બાદ જોવા મળ્યો સુંદર નજારો, ઠંડીથી શ્રધ્ધાળુઓ થરથર્યા છત્તા પોતાનો જુસ્સો યથાવત જોવા મળ્યો છે.
યાત્રા કરનારાઓની હવે આ સંખ્યા 50.12 લાખને પાર પહોંચી ગઈ છે. યાત્રાને હજુ એક મહિનો બાકી છે. દરરોજ 20 થી 22 હજાર ભક્તો ચાર ધામના દર્શન કરી રહ્યા છે. બીજી તરફ ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 71 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 50 લાખથી વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે.
જો આંકડાઓ પર નજર કરીએ તો આ વર્ષ દરમિયાન કેદારનાથમાં 17,08,868 ભક્તોએ યાત્રા કરી તો બદ્રીનાથ 15,84,790 ભક્તો પોહંચ્યા હતા તો વળી ગંગોત્રી માં 8,46,471 યાત્રીઓ તો યમુનોત્રી 6,94,830 યાત્રાળુંઓ એ યાત્રા કરી છે.
સરકારનો અંદાજ છે કે 2030 સુધીમાં ચારધામ યાત્રા માટે એક કરોડ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે. કેદારનાથ પુનઃનિર્માણ અને બદ્રીનાથ ધામનો માસ્ટર પ્લાન વહન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દર વર્ષે ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે,