છત્તીસગઢ, પંજાબ સહિતના રાજ્યોમાં કોરોના કેસમાં નોધાયો ઘટાડો – સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે
- ભારતમાં ઘટી રહ્યા છે કોરોનાવાયરસના કેસ
- અનેક રાજ્યોમાં જોવા મળ્યો નોંધપાત્ર ઘટાડો
- છત્તીસગઢ અને પંજાબ સહિત અને રાજ્યોમાં કોરોનાના કેસ ઓછા થયા
અમદાવાદ: ભારતમાં કોરોના કેસમાં છેલ્લા 30 દિવસમાં વધારો જોવા મળતો હતો જોકે હવે આ અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે, સંક્રમણની ઝડપ ઘટીને 92 ટકા સુધી પોહચીં ગઈ છે, જે સપ્ટેમ્બરની 18 તારીખ સુધી માત્ર 42 ટકા હતી, માત્ર એક મહિનાની અંદર કોરોના સંક્રમણની ઝડપમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.
દેશના રાજ્ય છત્તીસગઢમાં સંક્રમણ ફેલાવવા બાબતે વધુ ઘટાડો નોંધાયેલો જોવા મળે છે,અહી પીપી એટલે કે, પર્સન્ટ પોઇન્ટમાં 291 ઘટાડો જોઈ શકાય છે..
પર્સન્ટ પોઇન્ટ’ (પીપી) એ કોરોના કેસની ટકાવારીનો ઉલ્લેખ કરે છે જે આપેલ સમયગાળામાં ઘટાડો નોંધાયો છે. 18 ઓગસ્ટથી 18 ઓક્ટોબર સમયગાળાના ડેટાને અહી માપવામાં આવ્યા છે. ગયા મહિને છત્તીસગઢમાં કોરોના કેસોમાં 97 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 18 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બરની વચ્ચે છત્તીસગઢ માં કોવિડ -19ના કેસોમાં 388 ટકાનો વધારો થયો છે.
દેશના અન્ય રાજ્યોમાં જ્યાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં પંજાબમાં 132 પીપીનો ઘટાડો, ઓડિશામાં 109 પીપીનો ઘટાડો, ઉત્તર પ્રદેશમાં 78 પીપીનો ઘટાડો અને હરિયાણા 76 પીપીનો ઘટાડો નોંધાયો છે. કોરોનાના ચાર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં એક આંધ્રપ્રદેશ એવું રાજ્ય છે કે જેમાં 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જે એક સકારાત્મક બાબત છે અને દેશમાં સંક્રમણ ઘટવાના સંકેત આપે છે.
આંધ્રપ્રદેશ પછી કર્ણાટકમાં કોરોના કેસોમાં 56 પીપી ઘટાડો થયો છે અને મહારાષ્ટ્ર 53 પીપી નો ધટાડો જોવા મળ્યો છે જ સમયે, તમિલનાડુમાં કોરોના કેસોમાં 22 પીપી ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, કેરળ એવું એક રાજ્ય હતું, જ્યાં આ સમયગાળા દરમિયાન કોરોના કેસોમાં વધારો નોંધવામાં આવ્યો હતો.
દિલ્હીમાં કોરોનાવાયરસના કેસમાં ખૂબ જ ઓછો ઘટાડો થયો છે. પાટનગર દિલ્હીમાં આ બે મહિનાના ગાળામાં 16 પીપી ઘટાડો જોઈ શકાય છે.
_Sahin